fbpx

આ દેશે બુરખા પર પ્રતિબંધ લગાવી દીધો, વર્જિનિટી ટેસ્ટ પર પણ બનાવી રહી છે કાયદો

Spread the love

આ દેશે બુરખા પર પ્રતિબંધ લગાવી દીધો, વર્જિનિટી ટેસ્ટ પર પણ બનાવી રહી છે કાયદો

ઇટાલીની જ્યોર્જિયા મેલોની સરકાર સાર્વજનિક સ્થળોએ બુરખા પહેરવા પર પ્રતિબંધ લગાવવાની તૈયારીમાં છે. જો કોઇએ ઉલ્લંઘન કર્યું તો ભારે દંડ ફટકારવામાં આવશે. ઇટાલીની સત્તાધારી બ્રધર્સ ઓફ ઇટાલી પાર્ટીએ બુધવાર, 8 ઓગસ્ટના રોજ સાર્વજનિક સ્થળોએ બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકવા માટે એક બિલ રજૂ કર્યું હતું. રોઇટર્સના રિપોર્ટ અનુસાર, આ બિલ ઇસ્લામ સાથે સંકળાયેલા સાંસ્કૃતિક અલગાવવાદ સામે લડવાના હેતુથી બનાવવામાં આવેલા મોટા બિલનો એક હિસ્સો છે.

અહેવાલ મુજબ, ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીની પાર્ટીના ધારાસભ્યો દ્વારા સંસદમાં રજૂ કરાયેલું આ બિલ, દેશભરના તમામ સાર્વજનિક સ્થળો, શાળાઓ, યુનિવર્સિટીઓ, દુકાનો અને ઓફિસોમાં ચહેરો ઢાંકતા કપડાં (બુરખા અથવા નકાબ) પર પ્રતિબંધ લગાવશે. એકવાર બિલ પસાર થઈ ગયા બાદ અને કાયદો બની ગયો તો, તેનું ઉલ્લંઘન પર કરવા પર 300-3000 યુરો (30,000 રૂપિયાથી 300,000 રૂપિયા)નો દંડ થશે.

Meloni1

ફ્રાન્સ પ્રથમ યુરોપિયન દેશ હતો, જેણે 2011માં સાર્વજનિક સ્થળોએ બુરખા પહેરવા પર પૂરી રીતે પ્રતિબંધ લગાવી દીધો હતો. આ ઉપરાંત, ઑસ્ટ્રિયા, ટ્યૂનિશિયા, તુર્કી, શ્રીલંકા અને સ્વિત્ઝર્લૅન્ડ સહિત વિશ્વભરના 20થી વધુ દેશોમાં સાર્વજનિક સ્થળોએ બુરખા પહેરવા પર પહેલાથી જ કોઈને કોઈ પ્રકારનો પ્રતિબંધ છે.

બીજી ખાસ વાત એ છે કે યુરોપિયન માનવ અધિકાર કોર્ટે આ પ્રતિબંધોને સતત સમર્થન આપ્યું છે. 2017માં તેણે બુરખા અને આખા ચહેરાના ઘુંઘટ પર બેલ્જિયમના પ્રતિબંધને સમર્થન આપ્યું. ત્યારે આ કોર્ટે ચૂકાદો આપ્યો કે દેશની સરકાર સમાજમાં સાથે રહેવાના વિચારને સુરક્ષિત રાખવા માટે આવા વસ્ત્રો પર પ્રતિબંધ લગાવી શકે છે.

આ નવું બિલ (જે પાસ થઈને કાયદો બનશે) બુરખા પર પ્રતિબંધ લાગવાવ  ઉપરાંત, એ ધાર્મિક સંગઠનો પર પણ સખ્તાઈ બતાવશે, જેમણે ઇટાલિયન સરકાર સાથે ઔપચારિક કરાર કર્યો નથી. આ કાયદો આ સંગઠનો પર નાણાકીય પારદર્શિતાની આવશ્યકતાઓ લાગૂ કરશે, એટલે કે તેમના ભંડોળની કડક તપાસ કરવામાં આવશે. બિલનો આ ભાગ ઇટાલીમાં મસ્જિદો પર પણ ખાસ સખ્તાઈ બતાવે છે.

Meloni

વર્તમાનમાં કોઈ પણ મુસ્લિમ સંગઠને ઇટાલિયન સરકાર સાથે આવો કરાર કર્યો નથી. ઇસ્લામ છોડીને અહી 13 અન્ય ધાર્મિક જૂથોને અહીં ઔપચારિક રીતે માન્યતા આપવામાં આવી છે. પ્રસ્તાવિત કાયદા હેઠળ, માન્યતા ન ધરાવતા જૂથોને તેમના તમામ ફાંડિંગ સોર્સ જાહેર કરવા પડશે અને તેઓ માત્ર એવી સંસ્થાઓ પાસેથી ફંડિંગ મેળવી શકે છે, જે રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમ ઉત્પન્ન કરતા નથી.

આ કાયદામાં ઘણી ગુનાહિત જોગવાઈઓ પણ શામેલ છે. જેમ કે કોઇની વર્જિનિટી પરીક્ષણ કરાવવું હવે ગુનો ગણાશે અને તેના માટે સજા થશે. સાથે જ કોઈને ધર્માંતરણ કરવા માટે બળજબરીથી લગ્ન કરવા પર મળતી સજાને વધુ કડક બનાવવામાં આવી છે.

error: Content is protected !!