પ્રાંતિજ સહિત તાલુકા મા કમોસમી વરસાદ
– સવારથી શરૂથયેલ ઝરમર-ઝરમર વરસાદ બપોર બાદ એક ઇચ વરસાદ ખાબક્યો
– કમોસમી વરસાદ ને લઈ ને ધરતી પુત્રો મા નારાજગી
– મગફળી , કપાસ , ડાંગર , ફલાવર-કોબીજ ના પાક ઉપર વરસાદી પાણી ફરી વળ્યા
– છેલ્લા ત્રણ દિવસ થી ઝરમર-ઝરમર વરસાદ ને લઈ ને વાતાવરણ મા ઠંડક છવાઈ





સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ તાલુકામા પણ કમોસમી વરસાદ પડયો હતો જેમા પ્રાંતિજ ખાતે સવારથી ચાલુ થયેલ વરસાદ બપોર સુધીમા એક ઇંચ વરસાદ ખાબકયો
હાલ છેલ્લા ત્રણ દિવસ થી જિલ્લા સહિત પ્રાંતિજ તાલુકામા વાતાવરણ મા પલ્ટો આવ્યો છે અને ભર શિયાળે હાલતો ઝરમર-ઝરમર વરસાદ પડી રહ્યો છે ત્યારે ગુરૂવાર ના રોજ પ્રાંતિજ ખાતે સવારથી પડી રહેલ ઝરમર-ઝરમર વરસાદ બપોર સુધીમા ૨૧ એમએમ એટલેકે એક ઇંચ જેટલો વરસાદ ખાબકયો હતો તો નીચાણ વાળા વિસ્તારોમા વરસાદી પાણી ભરાયુ હતુ તો પ્રાંતિજ સહિત સલાલ , દલપુર , સોનાસણ , તાજપુર , અમીનપુર , પલ્લાચર , પોગલુ તથા કમાલપુર ના ગામોમા વરસાદી ઝાપટા પડયા હતા તો કમોસમી વરસાદ ને લઈ ને કપાસ , ડાંગર , મગફળી સહિત શાકભાજી મા ફલાવર-કોબીજ ના પાક ઉપર કમોસમી વરસાદ ના પાણી ફરી વળ્યા હતા તો તૈયાર થયેલ પાક ખેડૂતોના હાથમા આવેલ હાલતો છીણવાતા ધરતી પુત્રો મા નારાજગી જોવા મળી રહી છે અને સરકાર દ્રારા સહાય ચુકવવામા આવે તેવી માંગ પણ ઉઠવા પામી છે તો વરસાદ ને લઈ ને વાતાવરણ મા ઠંડક પ્રસરી જવા પામી હતી
જીલ રાવલ સાબરકાંઠા
