fbpx

તલોદ નુ આંજણા ગ્રામ નું અંતિમ ધામ સુવિધા વિહોણું

Spread the love

તલોદ નુ આંજણા ગ્રામ નું અંતિમ ધામ સુવિધા વિહોણું
– ચાલુ વરસાદ મા છત વગર અંતિમ ક્રિયા મા મુશ્કેલીઓ
– ૨૦ વર્ષ પહેલા નાંખેલ પતરા ખવાઈ ગયા છે
– પાણી , બેઠક વ્યવસ્થા , લાંકડા માટે રૂમ ,કમ્પાઉન્ડ હોલ સહિત ની સુવિધાઓથી વંચિત
– ચાલુ વરસાદ માં સળગતી ચિતા ઉપર પતરુ રાખવુ પડે છે
– ગ્રાન્ટ મંજુર પણ કિ ના હોય ગ્રામજનો પરેશાન
     


આજે અમે એક એવા ગામની વાત કરવા જઈ રહ્યા છીએ કે ગામમા આવેલ અંતિમ ધામ માત્ર એક ઓટલા ને સહારે અંતિમ ધામ ની અંદર કોઈ જ પ્રકાર ની સુવિધાઓ નથી જી હા સાબરકાંઠા જિલ્લા ના તલોદ તાલુકાના આંજણા ગામ મા આવેલ અંતિમ ધામ સુવિધાઓ વિહોણુ હોય અંતિમ ક્રિયા માટે આવતા લોકોને હાલાકીઓ પડી રહેછે


   વિકાસ ની વાતો વચ્ચે સાબરકાંઠા જિલ્લા ના તલોદ તાલુકાના આંજણા ગામે આવેલ અંતિમ ધામ સુવિધાઓ વિહોણું જોવા મલ્યુ છે અને અંતિમ ક્રિયા માટે આવતા લોકોને મોટી મુશ્કેલીઓ નો સામનો કરવો પડેછે તો ૨૦ વર્ષ પહેલા ઓટલો અને તેના ઉપર પતરાનો સેડ બનાવવામા આવ્યો હતો પણ તે પણ હાલતો પતરા ગરમી થી ખવાઈ ગયા છે તો ચોમાસા દરમ્યાન કોઇ નુ ગામમા મૃત્યુ થાયતો અંતિમ ક્રિયા માટે મોટી મુશ્કેલીઓ ઉભી થાય છે અને વરસતા વરસાદ માં અંગ્ની દાન કરવુ મુશ્કેલીઓ પડે છે તો હાલ કમોસમી વરસાદ માં ગામમા રહેતી મહિલાનુ મૃત્યુ થતા પરિવાર તથા ઝરમર-ઝરમર વરસાદ ને લઈ ને અંતિમ ક્રિયા મા મુશ્કેલીઓ પડી રહી છે

તો થોડાક દિવસો પહેલા તો એક ચિતા ને અગ્નિ દાન કર્યા બાદ વરસાદ ધોધમાર ચાલુ થતા ચિતા ઉપર વરસતા વરસાદ મા ચિતા ઉપર પાણી ના પડે તે માટે પતરુ લઈ ને ચાર જણા ઉભા થઈ ગયા હતા ત્યારે વિકાસ ની વાતો વચ્ચે તલોદ તાલુકાના આંજણા ગામે આવેલ અંતિમ ધામમા પાણી , બેઠક વ્યવસ્થા , લાકડા માટે રૂમ , કમ્પાઉન્ડ હોલ સહિત ની કોઇ જ સુવિધાઓ ના હોય ગ્રામજનોનો હાલતો તંત્ર સામે રોષ જોવા મલ્યો છે તો જાણવા મલ્યુ કે અંતિમ ધામ માટે ગ્રાન્ટ પણ મંજુર થઈ છે અને તેની કિ ખુલતી નથી તેવુ કહેવામા આવેછે ત્યારે હાલતો કિ ના ખુલ્તા અંતિમ ધામ મા આવતા ગ્રામજનો પરેશાન થઈ રહ્યા છે ત્યારે સત્વરે  અંતિમ ધામ નુ કામ હાથ ધરવામા આવે તેવી ગ્રામજનોની માંગ પણ ઉઠવા પામી છે ત્યારે હવે જોવુ એ રહ્યુ કે આવતા ચોમાસા પહેલા અંતિમ ધામ ખરેખર અંતિમ ધામ બનીજશે કે પછી હોતા હે ચલતા હે જેવી સ્થિતિ જોવા મળશે એતો હવે જોવુ રહ્યુ

જીલ રાવલ સાબરકાંઠા

error: Content is protected !!