fbpx

પ્રાંતિજ ખાતે કૌમે બવાહીર સુન્ની મુસ્લિમ પટણી જમાત દ્રારા ૨૫ સમુહ લગ્ન યોજાયો

Spread the love

પ્રાંતિજ ખાતે કૌમે બવાહીર સુન્ની મુસ્લિમ પટણી જમાત દ્રારા ૨૫ સમુહ લગ્ન યોજાયો
– ૧૦ દંપતીઓની નિકાહ ખ્વાની યોજાઇ
             


સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે સુન્ની મુસ્લિમ પટણી જમાત દ્રારા ૨૫ મા સમુહ લગ્નોત્સવ નું દબદબાભેર આયોજન કરવામા આવ્યુ હતુ


   પ્રાંતિજ નગરના વ્હોરવાડ વિસ્તાર માં રહેતા સુન્ની મુસ્લિમ વ્હોરા સમાજ દ્રારા દરવર્ષ ની જેમ આ વર્ષેપણ સમુહ લગ્નોત્સવ નુ આયોજન કરવામા આવ્યુ હતુ જેમા આ ૨૫ મા સમુહ લગ્નોત્સવ મા ૧૦ યુગલોની ધાર્મિક વિધિ વિધાન અનુસાર નિકાહ ખ્વાની કરવામા આવી હતી જેમા વ્હોરવાડ ચોપાટી અને જમાત ખાનાનજીક આવેલ નગીના મસ્જીદમા નિયત સમયે ૧૦-૩૦ વાગે નિકાહ ખ્વાની નો પ્રારંભ થયો હતો વર-વધુ બન્ને પક્ષના સંગાસંબધીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા આ સમુહ લગ્ન માં ૧૬ વાલીઓ તેમજ સમાજ ના સભ્યોએ સ્વૈછિક ડોનેશન આપીને સમુહ લગ્ન કમિટી ને આર્થિક સહયોગ આય્યો હતો જે બદલ સમાજ ના પ્રમુખ જાઇદહુસેન કારકુન તેમજ સમુહ લગ્ન કમિટીના પ્રમુખ અબ્દુલ રહીમ વ્હોરાએ દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો તથા સમાજ ના વડીલો અને સમુહ લગ્ન ને સફળ બનાવનાર તમામ સભ્યોનો પણ આભાર માન્યો હતો તો પ્રસંગે રઇશભાઇ કસ્બાતી , શહિદભાઇ ઝાઝાવાલા સહિત ઉપસ્થિત રહ્યા હતા

જીલ રાવલ સાબરકાંઠા

error: Content is protected !!