fbpx

જેનું કામ રિશ્વતખોરોને પકડવાનું હતું એ અધિકારીએ જ 2 કરોડની લાંચ માંગી અને 46 લાખ રૂપિયા…

Spread the love

જેનું કામ રિશ્વતખોરોને પકડવાનું હતું એ અધિકારીએ જ 2 કરોડની લાંચ માંગી અને  46 લાખ રૂપિયા...

પુણેમાં છેતરપિંડીના કેસની તપાસ કરી રહેલા એક પોલીસ અધિકારી 46.5 લાખ રૂપિયાની લાંચ લેતા પકડાયા. અધિકારીએ વકીલ પાસેથી 2 કરોડ રૂપિયા લાંચની માંગણી કરી હતી, જેમાં તેણે જણાવ્યું હતું કે, આ રકમમાંથી 1 કરોડ રૂપિયા એક વરિષ્ઠ અધિકારી માટે છે. રવિવાર, 2 નવેમ્બરના રોજ, મહારાષ્ટ્રના ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB)એ આરોપી અધિકારીને લાંચ સ્વીકારતી વખતે રંગે હાથે પકડી પાડ્યા હતા.

ACBએ એક નિવેદન બહાર પાડીને જણાવ્યું હતું કે, આરોપી અધિકારીનું નામ પ્રમોદ રવિન્દ્ર ચિંતામણિ છે. તે મહારાષ્ટ્રમાં પિંપરી ચિંચવાડ પોલીસની આર્થિક ગુના શાખા (EOW)માં સબ-ઇન્સ્પેક્ટર છે. EOW એક સરકારી તપાસ એજન્સી છે, જે મોટા આર્થિક ગુનાઓની તપાસ કરે છે. ઘણા રાજ્યોમાં, તે CID (ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ) તરીકે કાર્ય કરે છે.

Bribe.jpg-2

મીડિયાના સૂત્રોએ ACBના એક અધિકારીનો ઉલ્લેખ કરીને કહ્યું કે, પુણેના બાનેરમાં રહેતા એક વ્યક્તિ અને તેના પિતાની રૂ. 3 કરોડથી વધુના છેતરપિંડીના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં પ્રમોદ ચિંતામણિ તપાસ અધિકારી હતા. તેમણે કથિત રીતે તે વ્યક્તિના વકીલ પાસેથી રૂ. 2 લાખની લાંચ માંગી હતી જેથી તે વ્યક્તિને જામીન મળી શકે. ત્યાર પછી, જ્યારે પ્રમોદને ખબર પડી કે તે વ્યક્તિ પાસે ખુબ વધારે પ્રમાણમાં બેંક બેલેન્સ છે, ત્યારે તેણે કથિત રીતે લાંચની રકમ વધારીને રૂ. 2 કરોડ કરી દીધી. અહેવાલ મુજબ, પ્રમોદે એમ પણ કહ્યું કે આ રકમમાંથી રૂ. 1 કરોડ તેના વરિષ્ઠ અધિકારી માટે હતા.

Bribe.jpg-3

ACB અધિકારીએ મીડિયા સૂત્રોને જણાવ્યું કે, તે વ્યક્તિના વકીલે 27 ઓક્ટોબરે ફરિયાદ નોંધાવી હતી. વકીલે જણાવ્યું કે પ્રમોદે તાત્કાલિક રૂ. 50 લાખ અને બાકીની રકમ પાછળથી આપવા માટે કહ્યું હતું. ફરિયાદ મળતાં, ACBએ આરોપી અધિકારીને પકડવા માટે છટકું ગોઠવ્યું. રવિવારે, વકીલને રૂ. 1.5 લાખ અને રૂ. 45 લાખ રૂપિયાના નકલી રૂપિયા આપીને પુણેના પેઠ વિસ્તારમાં મોકલવામાં આવ્યો હતો. પ્રમોદ ચિંતામણિને 46.5 લાખ રૂપિયાની લાંચ લેતા રંગેહાથ પકડી લેવામાં આવ્યો હતો. ACB અધિકારીના જણાવ્યા અનુસાર, તેમની પાસેથી બે સ્માર્ટફોન પણ મળી આવ્યા હતા. ACBએ આરોપી અધિકારીના ઘરની પણ તપાસ કરી હતી.

error: Content is protected !!