fbpx

ઓપન હાર્ટ સર્જરી વગર હૃદયના વાલ્વનું રિપ્લેસમેન્ટ TAVI

Spread the love

ઓપન હાર્ટ સર્જરી વગર હૃદયના વાલ્વનું રિપ્લેસમેન્ટ TAVI

દરેક ક્ષેત્રમાં ટેકનોલોજીના ઉપયોગથી મનુષ્ય નવી ઉંચાઈઓ પર પહોંચી રહ્યા છે. એવી જ રીતે હૃદય રોગના સારવાર ક્ષેત્રમાં એક નવી ટેકનોલોજી આવી ગઈ છે જેમાં છાતી પર એક પણ કાપ મૂકયા વગર તમારા હૃદયની અંદર ખરાબ થયેલો વાલ્વ બદલી શકાય છે અને આ ટ્રીટમેન્ટને ટ્રાન્સ કેથેટર એઓરટીક વાલ્વ ઈમ્પ્લાન્ટેશન (TAVI) કહેવામાં આવે છે.

77 વર્ષના એક વડીલને વધતી ઉંમરના કારણે કેલ્શિયમ જામી જવાથી, હૃદયની અંદરનો એક મુખ્ય વાલ્વ જેને એઓરટીક વાલ્વ કહેવામાં આવે છે, એ સંકોચાઈ ગયો હતો અને એના કારણે હૃદયનું પંપીંગ માત્ર 25% થઈ ગયું હતું. આજથી અમુક વર્ષો પહેલા આ ખરાબ થયેલા વાલને બદલવા માટે ઓપન હાર્ટ સર્જરી સિવાયનો બીજો કોઈ વિકલ્પ ન હતો. આ પેશન્ટમાં વધારે ઉંમર, ફેફસામાં તકલીફ, ગળાની નળીઓના બ્લોકેજ અને અન્ય તકલીફોના કારણે ઓપન હાર્ટ સર્જરીનું જોખમ ખૂબ વધારે હતું. આ કારણોસર આ દર્દીમાં TAVI એકમાત્ર ઓછા જોખમ વાળો સારવારનો વિકલ્પ હતો. આ કેસને ડો. રાજીવ ખરવર અને ડો. પ્રેમ રતન દેગાવતની ટીમ દ્વારા સુરતમાં સનશાઈન ગ્લોબલ હોસ્પિટલ ખાતે સફળતાપૂર્વક કરવામાં આવ્યો હતો.

TAVI પ્રક્રિયામાં પેશન્ટના જાંઘમાંથી એક નસ પકડી એની અંદરથી તાર નાખી અને વાલ્વમાં બલૂન ફુલાવી એક નવો વાલ્વ નાખવામાં આવે છે. આ આખી પ્રક્રિયા ફક્ત લોકલ એનેસ્થેસિયામાં કરવામાં આવે છે અને દર્દી મોટાભાગે 48થી 72 કલાકની અંદર ડિસ્ચાર્જ કરી દેવામાં આવે છે. એ વાતની નોંધ લેવી કે આ સમસ્ત સાઉથ ગુજરાતનો પહેલો કેસ હતો જેમાં નેવીટોર વિઝન નામનો સેલ્ફ એક્સપેન્ડિંગ વાલ્વ વપરાયો હતો. 

આવી જટિલ પ્રોસિજર માટે સાઉથ ગુજરાત અને સુરતના પેશન્ટને પહેલા મુંબઈ અથવા અમદાવાદ જવું પડતું હતું, પરંતુ હવે TAVI સુરતમાં પણ શક્ય છે.

error: Content is protected !!