fbpx

ભારતીયોનું વિદેશ જવાનું સપનું તૂટી રહ્યું છે, કેનેડાએ 74% વિઝા અરજી રિજેક્ટ કરી દીધી

Spread the love

ભારતીયોનું વિદેશ જવાનું સપનું તૂટી રહ્યું છે, કેનેડાએ 74% વિઝા અરજી રિજેક્ટ કરી દીધી

કેનેડિયન સરકારના આંકડા અનુસાર, ભારતીયોની સરખામણીમાં ચીની અરજદારોની વિઝા અરજીઓમાંથી માત્ર 24% અરજીઓ રિજેક્ટ કરવામાં આવી છે. આટલું જ નહીં સરકાર કેનેડામાં રહેતી મહિલા વિદ્યાર્થીઓની ચકાસણી કરી રહી છે જેથી તેમની દેખરેખ રાખી શકાય અને ગુનાહિત ઘટનાઓ રોકવામાં મદદ મળી શકે.

Canada-Study-Permit.jpg-2

કેનેડાની કડક વિઝા નીતિઓથી ભારતીય વિદ્યાર્થીઓને મોટો ઝટકો લાગ્યો છે. કેનેડિયન સરકારે તાજેતરમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી વિઝા પર અનેક પ્રતિબંધો લગાવ્યા છે, જેના કારણે ભારતીય યુવાનોના વિદેશ જવાના સપનાઓ પર જોખમ ઊભું થયું છે. કેનેડિયન સરકારના આંકડાઓ અનુસાર, ઓગસ્ટ 2025માં ભારતમાંથી 74% સ્ટડી પરમિટ અરજીઓ રિજેક્ટ કરી દેવામાં આવી હતી, જે ગયા વર્ષે આજ મહિનામાં 32% કરતા બમણી છે.

એક સમય હતો, જ્યારે કેનેડા ભારતીય વિદ્યાર્થીઓ માટે પહેલી પસંદગી હતું, પરંતુ કેનેડિયન સરકારના વિઝા નિયમો કડક કરવાથી આ પસંદગી બદલાઈ રહી છે. જો કે, કેનેડિયન સરકાર આ માટે છેતરપિંડી અટકાવવા અને અસ્થાયી પ્રવાસને નિયંત્રિત કરવાના પ્રયાસો ગણાવ્યા છે. કેનેડિયન ઇમિગ્રેશન વિભાગના અહેવાલ મુજબ, 40% સ્ટડી પરમિટ અરજીઓ રિજેક્ટ કરવામાં આવી છે.

મીડિયા અહેવાલો અનુસાર, ચોંકાવનારી વાત એ છે, કેનેડામાં ભારતની સરખામણીમાં ચીનથી આવનારી અરજીઓનો રિજેક્શન દર માત્ર 24 ટકા છે. એવામાં ભારતીયો કેનેડા જવાનો રસ ગુમાવી રહ્યા છે. ઓગસ્ટ 2023માં, 20,900 ભારતીય અરજદારોએ અરજી કરી હતી, જે 2025માં ઘટીને માત્ર 4,515 થઈ ગઈ છે.

Canada-Study-Permit.jpg-3

નિષ્ણાતોના મતે 2023માં, તત્કાલીન કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોએ ભારત પર કેનેડિયન નાગરિકની હત્યામાં સંડોવણીનો આરોપ લગાવ્યો હતો. આનાથી બંને દેશો વચ્ચે તણાવ વધ્યો હતો, જ્યારે ભારત સરકારે આરોપોને સખત રીતે નકારી કાઢ્યા હતા. આરોપો વચ્ચે કેનેડાએ 1550 નકલી સ્ટડી વિઝા અરજીઓનો પર્દાફાસ કર્યો, જેમાંથી મોટાભાગની ભારત સાથે જોડાયેલી હતી.

error: Content is protected !!