fbpx

PMના ગામમાં દેશનું સૌથી પહેલું ગૌચર પાર્ક 15 કરોડના ખર્ચે બનશે

Spread the love

PMના ગામમાં દેશનું સૌથી પહેલું ગૌચર પાર્ક 15 કરોડના ખર્ચે બનશે

દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મહેસાણા જિલ્લામાં આવેલા વડનગરમાં દેશનું પહેલું ભવ્ય વૃંદાવન ગૌચર પાર્ક બનશે. ગુજરાત સરકારે વડનગરને ‘અનંત અનાદી વડનગર’ના વિઝન સાથે વૈશ્વિક પ્રવાસી સ્થળ બનાવવાનું નક્કી કર્યું છે. હવે આ ગૌચર પાર્ક બનવાને કારણે વડગનગર તીર્થધામ તરીકે પણ ફેમસ થશે.

વડનગરના અમરથોલ ક્ષેત્રમાં ગૌરી કુંડ નજીક આ ગૌચર પાર્ક બનશે. ગુજરતામાં રખડતી ગાયોની સમસ્યાનો ઉકેલ લાવવા માટે ગૌચર પાર્ક બનાવવાનો હેતું છે, પણ આ પાર્ક એક ગૌશાળા ઉપરાંત ગ્રામણી પ્રયોગશાળા પણ બનશે અને અહીં વેટરનરી હોસ્પિટલ પણ બનાવવામાં આવશે. ઉપરાંત મિલ્ક પ્રોસેલીંગ પ્લાન્ટ, ઘાસચારો, પાણી બધી વ્યવસ્થા પણ હશે.

આને કારણે ગ્રામીણ અર્થતંત્રમાં મોટી ક્રાંતિ આવશે. ખેડુતો, પશુ પાલકો, ગામના લોકોને ફાયદો થશે.

error: Content is protected !!