
બિહાર ચૂંટણીને લઈને એક્ઝિટ પોલના અનુમાન સામે આવી ગયા છે. અત્યાર સુધીના મોટાભાગના એક્ઝિટ પોલમાં બિહારમાં NDAની સરકારની વાપસી થતી દેખાઈ રહી છે. આ સંદર્ભમાં News18 મેગા એક્ઝિટ પોલના અનુમાનોમાં પ્રદેશવાર ડેટા પણ જાહેર કરવામાં આવ્યા છે. આ ડેટા અનુસાર, NDA વિવિધ પ્રદેશોમાં, જ્યારે કેટલાક પ્રદેશોમાં મહાગઠબંધન આગળ દેખાય છે. નોં
ધનીય છે કે દરેકનું ધ્યાન ખાસ કરીને શાહબાદ, મગધ અને ભોજપુર પ્રદેશોના પરિણામો પર છે. તો સીમાંચલ, મિથિલા અને પટના-નાલંદા પટ્ટામાં ચૂંટણી પરિણામો કેવા રહેશે તેને લઈને પણ ઉત્સુકતા છે. ભાગલપુર ક્ષેત્રની 27, ભોજપુર ક્ષેત્રની 46, સીમાંચલ ક્ષેત્રની 37, મગધ ક્ષેત્રની 47, મિથિલા ક્ષેત્રની 37 અને તિરહુત ક્ષેત્રની 49 બેઠકોના પૂર્વાનુમાનમાં NDA અને મહાગઠબંધનને વિવિધ પ્રદેશોમાં આગળ બતાવી છે. એવામાં ચાલો પ્રદેશવાર આંકડાઓ પર એક નજર કરીએ.

સૌથી પહેલા ભાગલપુરથી શરૂઆત કરીએ, જ્યાં NDAને 10-20 બેઠકો મળવાનો અંદાજ છે. મહાગઠબંધન પણ મજબૂત સ્થિતિમાં છે, તેને પણ 10-20 બેઠકો મળવાનું અનુમાન છે, જ્યારે અન્ય એક બેઠક જીતી શકે છે. તેવી જ રીતે ભોજપુરમાં NDA મહાગઠબંધન સામે મ્હાત ખાઈ ગયું હોય તેવું લાગે છે, તેને 15-25 બેઠકો મળવાનો અંદાજ છે. જ્યારે મહાગઠબંધન અહીં સારું પ્રદર્શન કરી રહ્યું હોય તેવું લાગે છે, અહી તેને 20-30 બેઠકો મળવાનો અંદાજ છે. જન સુરાજ અહીં એક બેઠક જીતી શકે છે, જ્યારે અન્યને એક બેઠક મળી શકે છે.
સીમાંચલનું ગણિત-ભાગાકાર તમને થોડું આશ્ચર્યચકિત કરી શકે છે. અહીં એક્ઝિટ પોલમાં NDAને 25-35 બેઠકો મળી શકે છે, જ્યારે મહાગઠબંધનનો આંકડો ગયા વખતની તુલનામાં ઘટી રહ્યો હોય તેવું લાગે છે. સીમાંચલમાં મહાગઠબંધનને 5-10 બેઠકો મળવાનો અંદાજ છે, જ્યારે અન્ય પક્ષોને 5 -10 બેઠકો મળી શકે છે. મગધ ક્ષેત્રમાં જોઇએ NDAએ વાપસી કરી છે એટલે કે ગત વખત કરતા વધુ બેઠકો મળી શકે છે, તેને અહી અંદાજિત 25-35 બેઠકો મળવાનું અનુમાન છે. જ્યારે મહાગઠબંધન 15-25 બેઠકો જીતી શકે છે. તો, જન સુરાજ આ ક્ષેત્રમાં થોડું સારું પ્રદર્શન કરી રહ્યું હોય તેવું લાગે છે, પરંતુ તેને 0 થી 5 બેઠકો મળવાનો અંદાજ છે.

મિથિલા ક્ષેત્રની 37 બેઠકો પર NDA સારું પ્રદર્શન કરતું દેખાઈ રહ્યું છે, તેને અંદાજિત 25-35 બેઠકો મળી શકે છે, જ્યારે મહાગઠબંધનને 5-15 બેઠકો મળી શકે છે. તો તિરહુત ક્ષેત્રના આંકડા NDA નેતાઓને આશ્ચર્યચકિત કરશે, કારણ કે NDA અહીંની 49 બેઠકોમાંથી 15-25 બેઠકો પર લીડ મળવા રહેવાનો અંદાજ છે. તો મહાગઠબંધન 10-20 બેઠકો જીતી શકે છે, જ્યારે જન સૂરાજ એક બેઠક જીતી શકે છે.
આ આંકડાઓની બીજી એક ખાસ વાત એ છે કે 53 મુસ્લિમ બહુમતીવાળી બેઠકોમાંથી NDA 30-40 બેઠકો પર આગળ રહેવાનો અંદાજ છે, જ્યારે મહાગઠબંધન 10-20 બેઠકો પર આગળ છે. તો અન્યના ખાતામાં 3-8 બેઠકો મળવાનો અંદાજ છે. આ ઉપરાંત SIRથી પ્રભાવિત 106 બેઠકોમાંથી NDAને 60-70 બેઠકો મળવાનો અંદાજ છે. આ વિસ્તારોમાં મહાગઠબંધનને 30-40 બેઠકો પર આગળ રહેવાનો અંદાજ છે, જ્યારે અન્યને 3-8 બેઠકો મળવાનો અંદાજ છે.
બિહારના રાજકીય નિષ્ણાતો માને છે કે આ ડેટા એક મહત્ત્વપૂર્ણ સંકેત આપે છે કે બિહારની રાજનીતિ એકતરફી લહેર નહીં, પરંતુ પ્રાદેશિક સંતુલનને સાધવાની રાજનીતિ છે. NDA જરૂર રાજ્યભરમાં આગળ દેખાઈ રહ્યું છે, પરંતુ મહાગઠબંધને ઘણા જિલ્લાઓમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે. હવે બધાની નજર 14 નવેમ્બરના મતદાન ગણતરી પર છે, આ દિવસે સ્પષ્ટ થઇ જશે કે આ અંદાજો જમીની વાસ્તવિકતા સાથે કેટલા નજીકથી મેળ ખાય છે. હાલ પૂરતું એ નક્કી છે કે બિહારના રાજકારણમાં સ્પર્ધા રસપ્રદ અને નિર્ણાયક વળાંક પર છે.

