
સુરતની સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર અને મોડલ હની પટેલે થોડા દિવસ પહેલા આમ આદમી પાર્ટી જોઇન કરી હતી અને એ પછી વિવાદમાં સપડાઇ હતી. તેનો ગ્લાસમાં બિયર ભરતો અને ઇ-સિગરેટના કસ મારતો વીડિયો સોશિયલ મીડિયમાં વાયરલ થયો હતો. બુધવારે સોશિયલ મીડિયામાં સમાચાર આવ્યા કે, હની પટેલે એક જ સપ્તાહમાં AAPમાંથી રાજીનામું આપી દીધું છે.
આ બાબતે અમે હની પટેલ સાથે વાત કરતા તેણીએ કહ્યું હતું કે, મે હજુ સુધી કોઇ રાજીનામું આપ્યું નથી. સોશિયલ મીડિયામાં અફવા ચાલી રહી છે.જો મેં રાજીનામું આપ્યુ હોય તો મીડિયો પુરાવો રજૂ કરે.
હની પટેલે કહ્યુ કે, આગામી દિવસોમાં મનોજ સોરઠીયા,ગોપાલ ઇટાલિયા, બ્રિજરાજ સોલંકી, ચૈતર વસાવા સાથે મીટીંગ થવાની છે જો આ લોકો કહેશે તો હું રાજીનામું આપી દઇશ.

