
ટોક્યોમાં યોજાયેલા ડેફલિમ્પિક્સ–2025માં ભારતના યુવા શૂટર મોહમ્મદ વાનિયાએ શાનદાર પ્રદર્શન કરતાં 10 મીટર રાઈફલ ઇવેન્ટમાં રજત પદક અને મિક્સ્ડ ટીમ ઇવેન્ટમાં કાંસ્ય પદક હાંસલ કર્યા હતા. મોહમ્મદ વાનિયા સુરત શહેરના પ્રતિભાશાળી શૂટર છે.
મોહમ્મદ હાલ શ્રી રામકૃષ્ણ ઇન્સ્ટિટ્યુટ ઓફ કમ્પ્યુટર એજ્યુકેશન એન્ડ એપ્લાઈડ સાયન્સ (SRKI) માં F.Y. B.Sc. IT માં અભ્યાસ કરી રહ્યા છે. અભ્યાસ સાથે જ તેમણે રમતમાં કરેલી મહેનત થી તેમનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે તેજસ્વી રીતે ઝળહળી ઊઠ્યું છે.

10 મીટર રાઈફલ વ્યક્તિગત ઇવેન્ટમાં મોહમ્મદ વાનિયાએ સ્થિરતા, એકાગ્રતા અને ચોકસાઇના બળ પર ઉત્તમ પ્રદર્શન કર્યું હતું. મિક્સ્ડ ટીમ ઇવેન્ટમાં પણ તેમણે ભારતને કાંસ્ય પદક અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
મોહમ્મદ વાનિયાના આ પ્રદર્શન થી સંસ્થા તેમજ સુરત આનંદ અને ગર્વ ની લાગણી અનુભવે છે. શ્રી રામકૃષ્ણ ઇન્સ્ટિટ્યુટ ઓફ કમ્પ્યુટર એજ્યુકેશન એન્ડ એપ્લાઈડ સાયન્સ, સાર્વજનિક યુનિવર્સિટી અને સાર્વજનિક એડયુકેશન સોસાયટી પરિવાર તેમને ખુબ શુભેચ્છા પાઠવે છે અને ઉત્તરોઉત્તર પ્રગતિશીલ રહે એવી શુભકામના કરે છે.

