
બિહારમાં ચૂંટણી પહેલા એવી ચર્ચા હતી કે બિહારમાં પણ મહારાષ્ટ્રવાળી થશે. ભાજપ પોતાનો મુખ્યમંત્રી ગોઠવી દેશે. પરંતુ બિહારમાં એવું થયું નથી. નીતિશ કુમાર 10મી વખત 20 નવેમ્બરે મુખ્યમંત્રી તરીકે શપથ લેશે.
નીતિશ કુમારને ડિસ્ટર્બ નહીં કરવાનું ભાજપે પહેલેથી જ નક્કી કરી લીધેલું.બિહારમાં નીતિશને એક મજબુત વોટ બેંક છે જેમાં કોઇ ગાબડું પડી શકે તેમ નથી.મહારાષ્ટ્રની ચૂંટણીમાં ભાજપ અને એકનાથ શિંદે વચ્ચે જીતના અંતરમાં મોટો ફેર હતો. મહારાષ્ટ્રમાં ભાજપ 132 બેઠકો જીત્યું હતું જ્યારે શિંદેની શિવસેના માત્ર 57 બેઠકો જીતી હતી. જ્યારે બિહારમાં ભાજપ 89 અને નીતિશની પાર્ટી 85 બેઠકો જીતી હતી.
બીજું કે આગામી વિધાનસભાની ચૂંટણીઓ પહેલા ભાજપ પોતાની ઇમેજ બગાડવા માંગતી નથી.
