
નકલી પનીરના કેસમાં સુરતની સુરભી ડેરીના માલિકો સામે SOGએ ખટોદરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો છે અને એક માલિક શૈલેષ પટેલની ધરપકડ કરવામાં આવી છે જ્યારે બીજો ભાગીદાર કૌશિક પટેલ ફરાર છે.
11 નવેમ્બર 2025ના દિવસે SOGએ ખટોદરા વિસ્તારમાં સુરભી ડેરીના ગોડાઉન અને ઓલપાડની ફેકટરી પર દરોડા પાડીને 754 કિલો નકલી પનીર જપ્ત કર્યું હતું. જેના સેમ્પલ લેબોરેટરીમાં ટેસ્ટ કરવા માટે મોકલવામાં આવ્યા હતા. સેમ્પલ ફેઇલ થઇ ગયા એટલે SOG જાતે ફરિયાદી બન્યું છે.
ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર નકલી ખાદ્યપદાર્થની સામે ગુનો નોંધાયો અને ધરપકડ થઇ છે.સુરભી ડેરીના માલિકે દરોડા પાડ્યા ત્યારે જ કબુલી લીધું હતું કે તેઓ નકલી પનીર બનાવે છે અને રોજનું 200 કિલો નકલી પનીર વેચે છે.

