
છેલ્લાં 2 દિવસથી શેરબજારમાં ઘટાડો જોવા મળી રહ્યો હતો, પરંતુ બુધવારે મુંબઇ શેરબજારમાં જબરદસ્ત તેજી જોવા મળી. BSE ઇન્ડેક્સમાં 1050 પોઇન્ટ અને નિફ્ટીમાં 336 પોઇન્ટનો ઉછાળો જોવા મળ્યો. શેરબજાર બુધવારે રોકેટગતિએ ઉછળી ગયુ તેની પાછળ મુખ્ય 4 કારણો છે.
કારણ નંબર એક- અમેરિકાં ફેડરલ રિઝર્વ ડિસેમ્બરમાં વ્યાજ દર જાહેર કરે તેમાં ઘટાડો થવાના સંકેત મળી રહ્યા છે. અમેરિકાં સેલ્સના આંકડા ધારણાથી ઓછા આવ્યા એટલે આ સંકેત મળ્યો. બીજું કારણ એ છે કે વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ 758 કરોડ રૂપિયા અને સ્થાનિક સંસ્થાઓએ 3912 કરોડના શેર ખરીદ્યા. ત્રીજું કારણ એ હતુ કે હેવી વેઇટ શેરો વધ્યા અને ચોથું કારણ આંતરાષ્ટ્રી બજારમાં ક્રુડ ઓઇલના ભાવો ઘટ્યા.

