
સુરતના વરાછા વિસ્તારમાં રહેતા 65 વર્ષના મૂક્તાબેન લખાણી અનેક મહિલાઓ માટે પ્રેરણા બન્યા છે. તેમણે આ ઉંમરે એવો બિઝનેસ શરૂ કર્યો છે જેના વિશે કોઇ વિચારી પણ ન શકે. મૂક્તાબેન શાકભાજીની છાલમાંથી કાચલી અથાણાં બનાવીને વેચી રહ્યા છે અને 15 મહિલાને રોજગારી પણ આપી રહ્યા છે.
તેઓ નાના ચિભડા, ભીંડા, મરચા, ગુવારસિંગ, રિંગણ, ટામેટા, બીટ જેવા શાકભાજીની છાલ ઉતારી અને તેમાં પછી પોતાના ઘરના જીરા, મરચું, મીઠુંનો ઉપયોગ કરીને અથાણાં બનાવી રહ્યા છે.
મૂક્તાબેનનું કહેવું છે કે તેમના સાસુ પાસેથી આ રેસિપી શીખીને હવે બિઝનેસ કરી રહ્યા છે જેમાં તેમનો પુત્ર ધ્રુવ અનેક રીતે મદદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર તેઓ પ્રોડક્ટની જાણકારી મુકી રહ્યા છે. પંદર મહિલાઓમે દરેકને રોજના 450 રૂપિયા ચૂકવે છે.

