fbpx

Vivoએ Vivo X300 અને Vivo X300 Pro ભારતમાં લોન્ચ કર્યો, આ છે ખાસિયતો

Spread the love

Vivoએ Vivo X300 અને Vivo X300 Pro ભારતમાં લોન્ચ કર્યો, આ છે ખાસિયતો

Vivoએ તેના ફ્લેગશિપ ફોન, Vivo X300 અને Vivo X300 Pro ભારતીય બજારમાં લોન્ચ કરી દીધો છે. આ સ્માર્ટફોન કદાચ પહેલાથી જ ચીની બજારમાં લોન્ચ થઈ ગયા હશે. આ સિરીઝમાં OLED ડિસ્પ્લે, 200MP કેમેરા અને Dimensity 9500 પ્રોસેસર છે.

આ સિરીઝ કેમેરા પર કેન્દ્રિત છે. Pro સિરીઝ સાથે, બ્રાન્ડે Zeiss એટેચમેન્ટ લોન્ચ કર્યું છે, જે કેમેરા ક્ષમતાઓને વધારે છે. આ ફોનમાંથી તમે DSLR જેવા ફોટા લઇ શકો છો. તો ચાલો અમે તમને જણાવી દઈએ કે આ ફોનમાં શું છે ખાસિયત.

Vivo X300 Series

Vivo X300માં 120Hz રિફ્રેશ રેટ સપોર્ટ અને 4500 nitsની પીક બ્રાઇટનેસ સાથે 6.31-ઇંચ LTPO AMOLED ડિસ્પ્લે મળે છે. તે Dimensity 9500 પ્રોસેસર દ્વારા સંચાલિત છે. ફોનમાં 12GB અને 16GB RAM વિકલ્પો આપવામાં આવ્યા છે. તેમાં તમને 512GB સુધી સ્ટોરેજ મળશે.

ફોનમાં 200MP+ 50MP+ 50MP ટ્રિપલ રીઅર કેમેરા સેટઅપ આપવામાં આવ્યા છે. કંપનીએ ફ્રન્ટમાં 50MP સેલ્ફી કેમેરા આપ્યો છે. હેન્ડસેટ ઇન-ડિસ્પ્લે અલ્ટ્રાસોનિક ફિંગરપ્રિન્ટ સેન્સર સાથે આવે છે. સ્માર્ટફોનને પાવર આપતી 6040mAh બેટરી આપવામાં આવી છે, જે 90W ચાર્જિંગને સપોર્ટ કરે છે. તેમાં 40W વાયરલેસ ચાર્જિંગ પણ આપેલું છે.

Vivo X300 Series

પ્રો વેરિઅન્ટમાં 120Hz રિફ્રેશ રેટ અને 4500 nitsની પીક બ્રાઇટનેસ સાથે 6.78-ઇંચ LTPO AMOLED ડિસ્પ્લે આપેલું છે. તેમાં ડાયમેન્સિટી 9500 પ્રોસેસર પણ આપવામાં આવ્યું છે. હેન્ડસેટમાં 50MP+ 50MP+ 200MP ટ્રિપલ રીઅર કેમેરા સેટઅપ મળે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રો વેરિઅન્ટમાં 200MP ટેલિફોટો લેન્સ આપવામાં આવ્યો છે, જ્યારે સ્ટાન્ડર્ડ વેરિઅન્ટમાં 200MP મુખ્ય લેન્સ આપેલો છે.

આ ફોન ફ્રન્ટમાં પણ 50MP સેલ્ફી કેમેરા સાથે આવે છે. તેમાં 6510mAhની બેટરી આપવામાં આવેલી છે, જે 90W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. તેમાં 40W વાયરલેસ ચાર્જિંગ પણ આપવામાં આવ્યું છે.

Vivo X300 Series

Vivo X300 ત્રણ રંગોમાં લોન્ચ કરવામાં આવ્યો છે. 12GB RAM+ 256GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત રૂ. 75,999થી શરૂ થાય છે. જ્યારે 12GB RAM+ 512GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત રૂ. 81,999 છે, અને 16GB RAM+ 512GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત રૂ. 85,999 છે.

Vivo X300 Series

Pro વેરિઅન્ટ બે રંગો અને એક ગોઠવણીમાં આવે છે. 16GB RAM+ 512GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત રૂ. 109,999 છે. જો તમે ZEISS 2.35x ટેલિફોટો એક્સટેન્ડર કીટ ખરીદો છો, તો તમારે વધારાના રૂ. 18,999 ચૂકવવા પડશે. આ ફોન 10 ડિસેમ્બરથી એમેઝોન પર મળવાના શરુ થશે.

Leave a Reply

error: Content is protected !!