
ગુજરાતમાં અત્યારે મુદ્દા ચર્ચામાં છે એક મુદ્દો દારૂનો છે જેના વિશે જિગ્નેશ મેવાણીએ અભિયાન શરૂ કર્યું છે જ્યારે બીજો મુદ્દો ખેડુતોને ખાતર મેળવવા માટે લાંબી લાઇનોમાં ઉભા રહેવું પડે છે. ત્યારે સવાલ એ છે કે રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ જેમ દારૂની હોમ ડિલીવરી થાય છે તેમ ખાતરની પણ ખેડુતોને હોમ ડિલીવરી કરાવવી જોઇએ જેથી રવિ પાક માટે ખેડૂત જે અત્યારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે તે દુર થાય.
અત્યારે ઇ- કોમર્સના જમાનમાં ઘણી બધી કંપનીઓએ 10 મિનિટમા ડિલીવરીનું મોડલ અપનાવ્યું છે તો ગુજરાતતો સમૃદ્ધ રાજ્યછે. સરકાર પાસે પૈસા પણ છે તો ખાતરની હોમ ડિલીવરી કરાવવામાં કોઇ વાંધો નથી.
જીતુ વઘાણી યુવાન મંત્રી છે, તેમને રાજકારણનો અનુભવ છે, પોતે ખેડૂત પણ છે તો જો આવો નિર્ણય લેશે તો ગુજરાતના ખેડૂતો તેમનો ઓવારણા ઉતારશે.
