fbpx

બંધ દુકાનના સરનામે 6 બેંકોએ ઉદ્યોગપતિઓને 3000 કરોડની લોન આપી દીધી

Spread the love

બંધ દુકાનના સરનામે 6 બેંકોએ ઉદ્યોગપતિઓને 3000 કરોડની લોન આપી દીધી

ઉત્તર પ્રદેશના કાનપુરમાં બિરહાન રોડ પર એક નાનકડી બંધ દુકાને દેશભરની સરકારી બેંકોની પોલ ખોલી નાંખી છે. આ બંધ દુકાનને રજિસ્ટ્રડ એડ્રેસ બતાવીને રાજેશ બોથરાને 6 સરકારી બેંકોએ 3000 કરોડની લોન આપી દીધી હતી.

પંજાબ નેશનલ બેંકે જ્યારે 32 કરોડ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ કરી ત્યારે આખું નાણાકીંય કૌભાંડ બહાર આવ્યું. રાજેશ બોથરાની ધરપકડ કરવામાં આવી. જયારે CBIની એન્ટ્રી થઇ ત્યારે ખબર પડી કે બોથરાએ લોન લેવામાં અને ફંડનો ઉપયોગ કરવામાં છેતરપિંડી કરી છે. બેંકો પાસેથી મેળવેલા નાણા અન્ય જગ્યાએ રૂટ કરી દીધા હતા. દુબઇ મોકલ્યા અને ત્યાંથી ભારતના જાણીતા સ્ટાર્ટઅપમાં રોકાણ કરી દીધા છે.

પંજાબ નેશનલ સિવાયની સરકારી બેંકો અત્યારે ચૂપ થઇને બેઠી છે.

error: Content is protected !!