fbpx

પ્રાંતિજ કતપુર ટોલપ્લાઝા પર આઇટી વિભાગના ધામા

Spread the love

પ્રાંતિજ કતપુર ટોલપ્લાઝા પર આઇટી વિભાગના ધામા
-સતત ત્રીજા દિવસે પણ તપાસનો ધમધમાટ યથાવત
– ટોલ ટેક્સ સંચાલકો અને સંલગ્ન એજન્સીઓ મા ભારે ફફડાટ
– અધિકારીઓ દ્રારા કોઇ સત્તાવાર નિવેદન આપવામા આવ્યુ નથી
– ઓપરેશન હજુ પણ લંબાઈ શકે તેવા સંકેતો

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સ્થિત કતપુર ટોલપ્લાઝા પર છેલ્લા ત્રણ દિવસથી ઇન્કમટેક્સ વિભાગ દ્વારા મેગા સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે ત્રીજા દિવસે પણ તપાસ નો દોર યથાવત જોવા મલ્યો



પ્રાંતિજ ટોલટેક્ષ ઉપર આઇટી દ્રારા શુકવાર ની વહેલી સવાર થી સર્ચ ઓપરેશન હાથ ધરવામા આવ્યુ છે જેમા સતત ૭૨ કલાકથી ચાલી રહેલી આ તપાસને પગલે ટોલ ટેક્સ સંચાલકો અને સંલગ્ન એજન્સીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે પ્રાથમિક માહિતી મુજબ , કરોડો રૂપિયાની આર્થિક ગોલમાલ આચરવામાં આવી હોવાની આશંકાથી આ દરોડા પાડવામાં આવ્યા છે સતત ત્રીજા દિવસે પણ ઇન્કમટેક્સ વિભાગ ઉચ્ચ અધિકારીઓની ટીમ દ્વારા કતપુર ટોલપ્લાઝાની મુખ્ય ઓફિસ તેમજ તેની સાથે સંકળાયેલી એજન્સીઓના વિવિધ સ્થળો પર કડક તપાસ હાથ ધરવામાં આવી છે અને ત્રણ દિવસ થી ધામા નાખવામા આવ્યા છે

તો મોટી આર્થિક ગરબડની આશંકા તો સૂત્રોના જણાવ્યા અનુસાર  ટોલ પ્લાઝાની એજન્સીઓ દ્વારા આર્થિક વ્યવહારોમાં મોટા પાયે હેરાફેરી અને ટેક્સની ચોરી કરવામાં આવતી હોવાની શંકા છે આ સર્ચ ઓપરેશનના અંતે ટોલ ટેક્સ સંચાલકો દ્વારા આચરવામાં આવેલી મોટી આર્થિક ગેરરીતિઓ બહાર આવવાની પૂરેપૂરી સંભાવના છે સ્થાનિકો અને મુસાફરોમાં ચર્ચાનો વિષય નેશનલ હાઈવે પર સ્થિત આ મહત્વના ટોલપ્લાઝા પર આઈટીના દરોડાને પગલે સમગ્ર જિલ્લામાં ચર્ચાઓ જોર પકડયુ છે તો હાલમાં તપાસ ચાલુ હોવાથી અધિકારીઓ દ્વારા કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી  પરંતુ આ ઓપરેશન હજુ પણ લંબાઈ શકે તેવા સંકેતો મળી રહ્યા છે

જીલ રાવલ સાબરકાંઠા

error: Content is protected !!