પ્રાંતિજ ખાતે શ્રી વિશ્વકર્મા માં ભગવાન ની જન્મ જયંતી ની દબદંબા ભેર ઉજવણી
– ભક્તોએ દાદા ના દર્શન કરી પ્રસાદ લઇ ધન્યતા અનુભવી
– સુથાર , સથવારા ,કડીયા સમાજનાં ભાઇઓ સહિત હાથકલા કારીગરી સાથે સંકળાયેલા ભાઇઓએ ધંધા રોજગાર બંધ રાખ્યાં
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ સહિત તાલુકામાં શ્રી વિશ્વકર્મા જન્મ જયંતી ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સવાર થીજ શ્રી વિશ્વકર્મા દાદા ના મંદિરે ભક્તો ની ભીડ જોવાં મળી હતી


પ્રાંતિજ નાની ભાગોળ ખાતે આવેલ વૈશ્ય સુથાર રામજીમંદિર માં સર્જન હાર ઇસ્ટદેવ શ્રી વિશ્વકર્મા જન્મ જયંતી ની ઉજવણી ખૂબજ ધામધુમથી કરવામાં આવી હતી અને વહેલી સવારે મંદિરમાં મંગલા આરતી પંચામૃત અભિષેક , કેશર સ્નાન , દુધા અભિષેક, શણગાર દર્શન , ઇસ્ટદેવ પૂજા , રાજભોગ આરતી , અન્નકુટ દર્શન સહિત ના કાર્યક્રમો યોજાયા હતાં જયારે સવારથીજ મંદિરમાં દાદા ના દર્શન કરવાં લોકો ઉમટી પડયા હતા અને મંદિર સંકુલ માં ભકતો ની લાંબી લાંબી લાઇનો જોવાં મળી હતી શ્રી વિશ્વકર્મા જન્મ જયંતિ પર્વ નિમિત્તે કડિયા સુથાર સમાજ દ્વારા પણ પ્રાંતિજ ખાતે આવેલ શ્રી વિશ્વકર્મા મંદિર ખાતે ધામધુમથી જન્મ જયંતિ ની ઉજવણી કરવામાં આવી હતી
તો સુથાર ,સથવારા ,કડીયા સમાજનાં ભાઇઓએ સહિત હાથ કલાકારી ગરી સાથે સંકળાયેલા ભાઇઓ એ પણ ધંધારોજગારો બંધ પાડયા હતાં જયારે મંદિર માં હવન ભજનકિતન કાર્યક્રમો પણ યોજાયા હતાં અને અને દાદા ના દર્શન કરી ને ભોજન સ્વરૂપે પ્રસાદ લઈને ભક્તોએ ધન્યતા અનુભવી હતી તો મંદિર ના વ્યવસ્થાપકો દ્વારા દર વર્ષ ની જેમ આ વર્ષે પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી
જીલ રાવલ સાબરકાંઠા
