પ્રાંતિજ ના ઝીંઝવાના ખેડુતે જાહેરનામાનો ભંગ કરતાં ફરીયાદ
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ના ઝીંઝવા ગામે રહેતા જગદીશ રણછોડભાઈ પટેલે પોતાના ખેતરમાં ખેત મજુરી કરવા માટે કેટલાક માણસોને રાખ્યા હતા પરંતુ જગદીશ પટેલે તેમના આધાર પુરાવા સહિતની વિગતો પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં રજુ ન કરતાં પ્રાંતિજના પીએસઆઈ પી.જે.રાણાએ શુક્રવારે જાહેરનામાના ભંગ બદલ જગદીશ પટેલ વિરૂધ્ધ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી
જીલ રાવલ સાબરકાંઠા
