પ્રાંતિજ ના કાટવાડ ચાર રસ્તા પર થયેલા અકસ્માતમાં સારવાર દરમ્યાન ઈજાગ્રસ્તનું મોત નિપજયું
– કાર અને બાઇક વચ્ચે અકસ્માત થયો હતો
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ના કાટવાડા ચાર રસ્તા નજીક ૧૩ દિવસ અગાઉ કાર અને બાઈક વચ્ચે થયેલા અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલ એક યુવાનનું સારવાર દરમ્યાન મોત થયાની ફરીયાદ શુક્રવારે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં નોંધાવા પામી હતી
પ્રાંતિજ પોલીસ સ્ટેશન ઉપર થી મળતી માહિતી મુજબ અમદાવાદના વટવા ગામમાં આવેલ સપના સંકેત સોસાયટીમાં રહેતા વિજય ભીખાભાઈ ડબગરે નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યા મુજબ ગત તા.૧૭ જાન્યુઆરીના રોજ સાંજના સુમારે કાટવાડ ચાર રસ્તા નજીકથી જઈ રહેલ એક અજાણ્યા કારના ચાલકે બાઈક નં.જીજે.૦૧એક્સજી.૩૯૧પને પાછળથી ટક્કર મારતાં તેમાં જય દિનેશભાઈ ડબગર અને મયુર ભરતભાઈ ડબગરને ઈજા પહોંચી હતી ત્યારબાદ આ બંને ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા હતા જયાં જય ડબગરનું ગંભીર ઈજાને કારણે મોત નિપજયું હતું જેથી વિજય ડબગરે શુક્રવારે અજાણ્યા કારના ચાલક વિરૂધ્ધ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી
જીલ રાવલ સાબરકાંઠા
