fbpx

શું LPG સિલિન્ડર હવે 35 દિવસે બૂક થશે? સરકારે આપ્યો જવાબ

Spread the love

શું LPG સિલિન્ડર હવે 35 દિવસે બૂક થશે? સરકારે આપ્યો જવાબ

US, ઇઝરાયલ અને ઇરાન વચ્ચેના યુદ્ધે દુનિયામાં ખળભળાટ મચી ગયો છે. હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાથી અને તાજેતરમાં ટેન્કરો પર થયેલા હુમલાઓને કારણે, ખાસ કરીને તેલ અને ગેસ સંકટ ઘણા દેશોમાં ચિંતાનું કારણ બન્યું છે. ભારતમાં પણ LPGનું સંકટ જોવા મળી રહ્યું છે, આ દરમિયાન ભારત સરકાર તરફથી પણ ઘણા પગલાં લેવામાં આવી રહ્યા છે, તેની અંદર શહેરોમાં LPG સિલિન્ડર રિફિલ બુક કરવાની સમયમર્યાદા 21 દિવસથી વધારીને 25 દિવસ કરવા સહિતના અનેક મોટા પગલાં લીધા છે.

LPG Cylinder Booking

હવે, ઘણા અહેવાલોમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, સરકારે ફરીથી LPG સિલિન્ડર બુકિંગ નિયમોમાં ફેરફાર કરીને 35 દિવસ કર્યા છે. સરકારે એક મોટું નિવેદન બહાર પાડીને સ્પષ્ટતા કરી છે કે, આવા કોઈ ફેરફાર કરવામાં આવ્યા નથી.

ઘણા અહેવાલોમાં કહેવામાં આવી રહ્યું છે કે, તેલ વિતરણ કંપનીઓએ LPG ગેસ બુકિંગ માટેના નિયમોમાં ફેરફાર કર્યો છે, જેનાથી ડ્યુઅલ-સિલિન્ડર વપરાશકર્તાઓ માટે રિફિલિંગની સમયમર્યાદા 25 દિવસથી વધારીને 35 દિવસ કરવામાં આવી છે. આનો અર્થ એ છે કે, બીજો LPG સિલિન્ડર 35 દિવસ પછી બુક કરાવી શકાય છે. જોકે, સરકારે હવે પરિસ્થિતિ સ્પષ્ટ કરતુ એક નિવેદન બહાર પાડ્યું છે.

LPG Cylinder Booking

LPG બુકિંગ સંબંધિત અહેવાલો અને સોશિયલ મીડિયા પોસ્ટ્સને ધ્યાનમાં લેતા, સરકારે પરિસ્થિતિ સ્પષ્ટ કરી છે. તેમાં જણાવાયું છે કે કેટલાક અહેવાલોમાં LPG રિફિલ બુકિંગની સમયમર્યાદામાં ફેરફારનો દાવો કરવામાં આવ્યો છે, જે PMUY કનેક્શન માટે 45 દિવસ, નોન-PMUY સિંગલ-સિલિન્ડર કનેક્શન માટે 25 દિવસ અને નોન-PMUY ડબલ-સિલિન્ડર કનેક્શન માટે 35 દિવસ છે.

સરકારી નિવેદનમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે, અગાઉ નક્કી કરવામાં આવેલી સમયમર્યાદામાં આવા કોઈ ફેરફાર કરવામાં આવ્યા નથી. રિફિલ બુકિંગ માટે વર્તમાન સમયમર્યાદા શહેરી વિસ્તારોમાં 25 દિવસ અને ગ્રામીણ વિસ્તારોમાં 45 દિવસ છે.

LPG Cylinder Booking

આ સાથે લોકોને એવી પણ સલાહ આપવામાં આવી છે કે, કોઈ પણ એવા ખોટા સમાચાર પર વિશ્વાસ ન કરવા અથવા ફેલાવવા અને LPG સિલિન્ડરોનું ગભરાટમાં આવીને બુકિંગ કરવાથી બચવું. સરકારી નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, દેશમાં પૂરતો LPG ભંડાર છે અને ચિંતા કરવાની કોઈ જરૂર નથી.

error: Content is protected !!