fbpx

ભારતના ફેફસા તરીકે ઓળખાતા આ જંગલમાંથી 4.5 લાખ વૃક્ષો કપાશે? સરકારી કંપની દ્વારા પ્રસ્તાવ રજૂ કરાયો

Spread the love

ભારતના ફેફસા તરીકે ઓળખાતા આ જંગલમાંથી 4.5 લાખ વૃક્ષો કપાશે? સરકારી કંપની દ્વારા પ્રસ્તાવ રજૂ કરાયો

રાજસ્થાન સ્ટેટ પાવર જનરેશન કોર્પોરેશન લિમિટેડ (RVUNL)એ હસદેવ- અરંડ જંગલમાં 4.48 લાખથી વધુ વૃક્ષો કાપવાનો પ્રસ્તાવ મૂક્યો છે. હસદેવ છત્તીસગઢમાં સ્થિત 1.75 હેક્ટરમાં ફેલાયેલો જંગલ વિસ્તાર છે, જેને ‘મધ્ય ભારતના ફેફસાં’ તરીકે પણ ઓળખવામાં આવે છે. RVUNLએ સુરગુજા જિલ્લામાં તેની કેન્ટે એક્સટેન્શન કોલસા ખાણ માટે આ પ્રસ્તાવ રજૂ કર્યો છે. આ જંગલ વિસ્તાર અગાઉ પણ કોલસા ખાણકામને કારણે વિવાદમાં ફસાયેલો છે. ‘છત્તીસગઢ બચાવો આંદોલન’ સંગઠને આનો વાંધો ઉઠાવ્યો છે.

Cut Down Trees

મીડિયા સૂત્રોના જણાવ્યા અનુસાર, 2015માં પણ RVUNLને તેના છાબરા અને સુરતગઢ કોલસા ખાણ પ્લાન્ટમાં કોલસા ખાણકામ માટે ‘કોલસા બ્લોક’ એટલે કે, કોલસા માટે અનામત ફાળવવામાં આવ્યો હતો. અદાણી ગ્રુપ આ કોલસા ખાણનું સંચાલક અને વિકાસકર્તા છે. RVUNLએ હવે 1,742.6 હેક્ટર જંગલ વિસ્તારનો ઉપયોગ કરવા માટે એક નવો પ્રસ્તાવ રજૂ કર્યો છે. તેમાં જણાવાયું હતું કે, કાપવામાં આવેલા વૃક્ષોને બદલે રાજ્યના બીજા ભાગમાં વૃક્ષો વાવવામાં આવશે. પર્યાવરણ મંત્રાલયની વન સલાહકાર સમિતિ (FAC) શુક્રવારે આ દરખાસ્તનું મૂલ્યાંકન કરશે.

આ વિસ્તારમાં બે ખાણો પહેલેથી જ કાર્યરત છે, પારસા અને પારસા પૂર્વ કેન્ટ બાસન. આ ખાણો જ્યાં આવેલી છે તે વિસ્તાર એક સમયે પ્રતિબંધિત વિસ્તાર હતો. કેન્દ્ર સરકારને મોકલેલા પત્રમાં, RVUNLએ ખાણ માટે આ નવા જંગલ વિસ્તારને કાપવાનું સમર્થન આપ્યું છે, અને દાવો કર્યો છે કે કેન્ટે એક્સટેન્શન બ્લોક પ્રોજેક્ટ માટે વધુ કોલસાની જરૂર છે. છત્તીસગઢ બચાવો આંદોલનના આદિવાસી સભ્યોએ વન સલાહકાર સમિતિ સમક્ષ આ દરખાસ્ત સામે ફરિયાદ નોંધાવી છે.

Cut Down Trees

છત્તીસગઢના કોરબા, સુરગુજા અને સૂરજપુર જિલ્લામાં ફેલાયેલો હસદેવ-અરંડ વન વિસ્તાર 1.7-1.75 લાખ હેક્ટર વિસ્તારને આવરી લે છે. અહીંના અંદરના ગાઢ જંગલોમાં દીપડા, રીંછ અને હાથી સહિત 9 અનુસૂચિત પ્રજાતિઓ રહે છે. તે હસદેવ નદી અને બાંગો ડેમનો જળસ્ત્રોત વિસ્તારની સાથે સાથે વાઘ માટે સુરક્ષિત રહેઠાણ પણ છે. આ જંગલોને આદિવાસી સમુદાયો માટે મહત્વપૂર્ણ સંસાધનો માનવામાં આવે છે, આ જંગલ તેમને આજીવિકા પૂરી પાડે છે.

RVUNL દ્વારા મંત્રાલયને રજૂ કરાયેલા પ્રસ્તાવોમાં 3,236.08 હેક્ટર જમીન પર વનીકરણ (કાપવાના બદલામાં વૃક્ષો વાવવા)નું વચન આપવામાં આવ્યું છે. આ વૃક્ષો વન (સંરક્ષણ અને ઉછેર) અધિનિયમ, 1980 હેઠળ વાવવામાં આવે છે.

Cut Down Trees

આ મુજબ, જંગલના નુકસાનની ભરપાઈ કરવા માટે જ્યાં જંગલ ન હોય તેવી જમીનને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવે છે. અને નવા વૃક્ષો વાવવા માટે અન્ય પ્રકારની જમીનનો ઉપયોગ વાજબી હોવો જોઈએ. આ ઉપરાંત, જો જંગલ વગરની જમીન ઉપલબ્ધ ન હોય, તો મહેસૂલ વન જમીન પર નવા વૃક્ષો વાવી શકાય છે. આ એવા જંગલો છે જે રેકોર્ડ પર તો હોય જ છે, પરંતુ વન વિભાગ દ્વારા તેનું સંચાલન કરવામાં આવતું નથી. મીડિયા સૂત્રોને આપેલા જવાબમાં, RVUNLએ જણાવ્યું હતું કે, આ દરખાસ્તો વન (સંરક્ષણ અને ઉછેર) અધિનિયમ, 1980 હેઠળ જ મૂકવામાં આવી છે.

Leave a Reply

error: Content is protected !!