પ્રાંતિજના શ્રી મદન મોહન લાલજી મંદિરે મનોરથ ઉત્સવની ભક્તિમય ઉજવણી
– પૂનમના પવિત્ર દિવસે યોજાયો કાર્યક્રમ
– વૈષ્ણવ સમાજના ભાઈ-બહેનો મોટી સંખ્યામાં જોડાયા




સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ દેસાઈની પોળમાં સ્થિત શ્રી મદન મોહન લાલજી મંદિરે પૂનમના પવિત્ર દિવસે મનોરથ ઉત્સવની ભક્તિમય ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે વૈષ્ણવ સંપ્રદાયના ભાઈ-બહેનો તથા શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ધાર્મિક કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા
દર વર્ષે પરંપરાગત રીતે ઉજવાતા મનોરથ ઉત્સવનું આ વર્ષે પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું ઉત્સવ દરમિયાન ભગવાન શ્રી મદન મોહન લાલજીને વિશેષ શણગાર અર્પણ કરવામાં આવ્યો હતો તેમજ ભક્તોએ ભાવપૂર્વક દર્શન કરી ધન્યતા અનુભવી હતી
કાર્યક્રમ દરમિયાન વૈષ્ણવ સમાજના ભક્તોએ ભગવાનના ગુણગાન ગાઈ ભક્તિનો માહોલ સર્જ્યો હતો મંદિર પરિસરમાં ધાર્મિક અને આધ્યાત્મિક વાતાવરણ છવાઈ ગયું હતું ઉપસ્થિત ભક્તોએ ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરી સુખ-શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી
મનોરથ ઉત્સવના સફળ આયોજન બદલ ભક્તજનો અને આયોજકોએ સંતોષ વ્યક્ત કર્યો હતો સમગ્ર કાર્યક્રમ ભક્તિભાવ અને ધાર્મિક ઉલ્લાસ સાથે સંપન્ન થયો હતો