fbpx

પ્રાંતિજ ખાતે ચોપડા વિતરણ કાર્યક્રમ યોજાયો

Spread the love

પ્રાંતિજ ખાતે ચોપડા વિતરણ કાર્યક્રમ યોજાયો
 


સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ  ખાતે  બાવન પરગણા ગુરુ બ્રાહ્મણ સમાજ સાતગામના શ્રી નિજાનંદ કેળવણી મંડળના ઉપક્રમે ઓરણ  દાતા પંડ્યા કિરીટભાઈ ડાહ્યાભાઈ પરિવારના સહયોગથી ધોરણ ૧થી ૧૨ના વિદ્યાર્થીઓને ચોપડા, કંપાસ, સ્લેટ, પેન અને રબરનું વિતરણ કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં પ્રાંતિજ, ઓરાણ, વાઘપુર, પલ્લાચર અને નિકોડા ગામોના સમાજના આગેવાનો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા મંડળના મંત્રી મહેશભાઈ પંડ્યાએ સ્વાગત પ્રવચન કરીને કાર્યક્રમની શરૂઆત કરી હતી અંતે વાઘપુરના નટુભાઈ પંડ્યાએ આભારવિધિ કરી હતી કાર્યક્રમની સમગ્ર વ્યવસ્થા બિપીનભાઈ પંડ્યાએ તેમના પ્રાંતિજ સ્થિત નિવાસસ્થાને કરી હતી કાર્યક્રમમાં દેવેન્દ્રભાઈ પંડ્યા, જયંતીભાઈ પંડ્યા, જગદીશભાઈ પંડ્યા, મહેન્દ્રભાઈ પંડ્યા, ભરતભાઈ પંડ્યા, હિમાંશુભાઈ પંડ્યા સહિત સમાજના આગેવાનો હાજર રહ્યા હતા

જીલ રાવલ સાબરકાંઠા

Leave a Reply

error: Content is protected !!