fbpx

પ્રાંતિજમાં સોનલબેન દેસાઈના નિવાસસ્થાને ‘મન કી બાત’ના ૧૩૫ મા એપિસોડનું સામૂહિક શ્રવણ

Spread the love

પ્રાંતિજમાં સોનલબેન દેસાઈના નિવાસસ્થાને ‘મન કી બાત’ના ૧૩૫ મા એપિસોડનું સામૂહિક શ્રવણ

  • પૂર્વ પ્રમુખ સહિત કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના દેસાઈની પોળ ખાતે રહેતા પ્રાંતિજ ભાજપ મહિલા મોરચાના પ્રમુખ સોનલબેન ચિરાગભાઈ દેસાઈના નિવાસસ્થાને વડાપ્રધાનના લોકપ્રિય કાર્યક્રમ “મન કી બાત” ના ૧૩૫ મા એપિસોડનું સામૂહિક શ્રવણ કરવામાં આવ્યું


આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, સંગઠનના હોદ્દેદારો, મહિલા મોરચાની બહેનો, નગરપાલિકાના સભ્યો તેમજ વિસ્તારની મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી ઉપસ્થિત સૌએ વડાપ્રધાનના સંબોધનને ધ્યાનપૂર્વક સાંભળ્યું અને તેમાં રજૂ કરાયેલા વિવિધ વિષયો અંગે માહિતી મેળવી. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત કાર્યકરોએ જણાવ્યું કે ‘મન કી બાત’માંથી સમાજસેવા, જનજાગૃતિ અને રાષ્ટ્રહિતના અનેક મુદ્દાઓ વિશે જાણવા અને શીખવા મળ્યું, જેનો અમલ આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટીના વિવિધ કાર્યક્રમોમાં કરવામાં આવશે આ પ્રસંગે પ્રાંતિજ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ગીતાબેન સંજયભાઈ પટેલ, નગરપાલિકા કોર્પોરેટર નિકુંજભાઈ રામી, વર્ષાબેન મુકેશભાઈ સથવાળા, પ્રાંતિજ શહેર ભાજપના કોષાધ્યક્ષ વિજયભાઈ બ્રહ્મભટ્ટ, ચિરાગભાઈ દેસાઈ સહિત ભાજપ મહિલા મોરચાની બહેનો અને વિસ્તારના આગેવાનો તથા મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમનો સમાપન સૌએ રાષ્ટ્ર અને સમાજના સર્વાંગી વિકાસ માટે સહભાગી બની કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરીને કર્યો

જીલ રાવલ સાબરકાંઠા

Leave a Reply

error: Content is protected !!