fbpx

ઝિમ્બાબ્વે પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના કોચ કેમ બદલાશે? ગંભીરનું સ્થાન લઈ શકે છે VVS લક્ષ્મણ

Spread the love

ઝિમ્બાબ્વે પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના કોચ કેમ બદલાશે? ગંભીરનું સ્થાન લઈ શકે છે VVS લક્ષ્મણ

19 જુલાઈએ ઈંગ્લેન્ડ પ્રવાસ પૂરો થતા જ ટીમ ઈન્ડિયાનો ઝિમ્બાબ્વે પ્રવાસ શરૂ થઇ જશે. ભારતનો ઝિમ્બાબ્વે પ્રવાસ 23 જુલાઈથી શરૂ થશે, જેમાં ત્રણ મેચની T20 શ્રેણી રમાશે. આ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના કોચિંગ સ્ટાફમાં ફેરફારના અહેવાલો છે. અહેવાલો અનુસાર, હેડ કોચ ગૌતમ ગંભીર ટીમ સાથે ઝિમ્બાબ્વે નહીં જાય; તેના બદલે, સેન્ટર ઓફ એક્સેલન્સના હેડ VVS લક્ષ્મણ ટીમ સાથે જાય તેવી અપેક્ષા છે. લક્ષ્મણ આગામી એશિયન ગેમ્સ માટે કોચિંગની ભૂમિકા પણ સંભાળી શકે છે.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ ગૌતમ ગંભીર અને તેનો બાકી સપોર્ટ સ્ટાફ ભારતીય ટીમ સાથે ઝિમ્બાબ્વે પ્રવાસ અને એશિયન ગેમ્સમાં ન હોવાનું કારણ ટીમ ઈન્ડિયાનું વ્યસ્ત શેડ્યૂલ છે. વેસ્ટ ઈન્ડિઝ સામેની ઘરઆંગણે શ્રેણી યોજાવાની છે, જ્યારે બીજી તરફ જાપાનમાં એશિયન ગેમ્સ ચાલી રહી હશે. આ જ કારણ છે કે, BCCIએ કોચિંગ સ્ટાફને અલગ-અલગ કરવાનો નિર્ણય લીધો છે.

20

ઝિમ્બાબ્વે પ્રવાસ અને એશિયન ગેમ્સ માટે VVS લક્ષ્મણને કોચ તરીકે બનાવી શકાય છે, જ્યારે ગંભીર ઇંગ્લેન્ડથી પાછા ફર્યા પછી ઘરેલુ શ્રેણીની તૈયારીઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે તેવી શક્યતા છે. ઝીમ્બાબ્વે અને એશિયન ગેમ્સમાં લક્ષ્મણ સાથે સુનિલ જોશી અને હૃષિકેશ કાનિટકર બાકીને સપોર્ટ સ્ટાફના ભાગ બની શકે છે; સુનિલ જોશી બોલિંગ કોચ તરીકે અને કાનિટકર બેટિંગ કોચ હશે. જોકે, આ બાબતે સત્તાવાર નિવેદન હજુ આવવાનું બાકી છે.

ટીમ ઇન્ડિયાના ઝિમ્બાબ્વે પ્રવાસનો કાર્યક્રમ

ઝિમ્બાબ્વેમાં પ્રવાસમાં ભારત T20 શ્રેણીની પહેલી મેચ 23 જુલાઈએ રમશે. બીજી મેચ 25 જુલાઈએ, ત્યારબાદ ત્રીજી અને અંતિમ T20 26 જુલાઈએ રમાશે. ત્રણેય મેચ હરારેમાં રમાશે.

22

ઝિમ્બાબ્વે પ્રવાસ માટેની ભારતીય T20 ટીમ:

શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા (વાઈસ-કેપ્ટન), વૈભવ સૂર્યવંશી, અભિષેક શર્મા, ઈશાન કિશન (વિકેટકીપર), શિવમ દુબે, સૂર્યાંશ શેડગે, રિંકૂ સિંહ, હર્ષ દુબે, વરુણ ચક્રવર્તી, પ્રિન્સ યાદવ, યશ ઠાકુર, અશોક શર્મા, મયંક યાદવ, પ્રભસિમરન સિંહ (વિકેટકીપર).

Leave a Reply

error: Content is protected !!