fbpx

હવે 5 સભ્યોની બેન્ચ જોશે સુભાષ ચંદ્રાના ₹22,000 કરોડનો કેસ

Spread the love

હવે 5 સભ્યોની બેન્ચ જોશે સુભાષ ચંદ્રાના ₹22,000 કરોડનો કેસ

નેશનલ કંપની લૉ ટ્રિબ્યૂનલ (NCLT)એ એસ્સેલ ગ્રુપના ચેરમેન સુભાષ ચંદ્રાના નાદારી કાર્યવાહી સંબંધિત કેસની સુનાવણી માટે 5 સભ્યોની બેન્ચની રચના કરી છે. આ નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો કારણ કે સભ્યો અગાઉની સુનાવણી દરમિયાન તેમની ₹6.25 કરોડની રીપેમેન્ટ યોજના પર સર્વસંમતિ પર પહોંચી શક્યા નહોતા. નવી 5 સભ્યોની બેન્ચ મંગળવારે સવારે 10:15 વાગ્યે આ કેસની સુનાવણી કરશે.

આ અગાઉ, NCLTની બે સભ્યોની બેન્ચમાં જ્યૂડિશિયલ સભ્ય અશોક કુમાર ભારદ્વાજ અને ટેકનિકલ સભ્ય રીના સિંહા પુરીનો સમાવેશ થતો હતો. બંનેના અલગ-અલગ મંતવ્યો હતા. ત્યારબાદ, આ મામલો ત્રીજા સભ્ય નિલેશ શર્મા પાસે મોકલવામાં આવ્યો હતો, પરંતુ તેમનો અભિપ્રાય અન્ય બે સભ્યોના અભિપ્રાય સાથે સંપૂર્ણપણે મેળ ખાતો નહોતો. NCLTએ જણાવ્યું હતું કે કેસમાં બહુમતીનો કોઈ બહુમતીવાળો અભિપ્રાય સામે આવ્યો નથી; તેથી આ કેસમાં અંતિમ આદેશ જાહેર કરી નહીં શકાય.

subhach-chandra1

આ કેસમાં શરૂઆતમાં 3 સપ્ટેમ્બર, 2025ના રોજ બે સભ્યોએ અલગ-અલગ ચૂકાદા આપ્યા હતા. અશોક કુમાર ભારદ્વાજે સુભાષ ચંદ્રાની ₹6.25 કરોડની ચૂકવણી યોજનાને મંજૂરી આપી હતી. જોકે, તેમણે કહ્યું હતું કે, આ યોજના ફક્ત એ લેણદારોને જ લાગૂ પડવી જોઇએ, જેમણે તેને ટેકો આપ્યો હતો. જો બેંકો અને નાણાકીય સંસ્થાઓ આ યોજના વિરુદ્વ હતી, તેમને લેણાં વસૂલવા માટે અન્ય કાનૂની માર્ગો અપનાવવા માટે આઝાદી હોવી જોઈએ. તેનાથી વિપરીત, રીના સિંહા પૂરીએ નાદારી પ્રક્રિયામાં ગંભીર અનિયમિતતાઓનો ઉલ્લેખ કરતા યોજનાને સંપૂર્ણપણે નકારી કાઢી હતી. તેમણે લેણદારોની મતદાન પ્રક્રિયામાં સુભાષ ચંદ્રા સાથે સંકળાયેલી કેટલીક કંપનીઓના સમાવેશ પર પણ પ્રશ્ન ઉઠાવ્યો હતો.

ત્યારબાદ, આ કેસ ત્રીજા સભ્ય નિલેશ શર્માને મોકલવામાં આવ્યો હતો, જેથી બંને સભ્યો વચ્ચેના મતભેદોને ઉકેલી શકાય. શર્માએ પણ ચૂકવણી યોજનાને મંજૂરી આપી, જોકે તેમનો અભિપ્રાય ભારદ્વાજથી અલગ હતો. તેમનું કહેવું હતું કે જો ચૂકવણી યોજના મંજૂર થાય છે, તો તે બધા લેણદારોને લાગૂ પડવી જોઈએ, પછી ભલે તેઓ યોજનાની તરફેણમાં હોય કે વિરુદ્ધમાં. આમ, ત્રણ અલગ-અલગ મંતવ્યો સામે આવ્યા: એક સભ્યએ ચોક્કસ શરતોને આધીન યોજનાને મંજૂરી આપી, બીજાએ તેને નકારી કાઢી, અને ત્રીજાએ તેને બધા લેણદારો માટે મંજૂર માન્યું. એટલે કોઇ એકના પક્ષમાં બહુમતી ન બની શકી.

subhach-chandra

₹6.25 કરોડનો મામલો શું છે?

સુભાષ ચંદ્રાએ આશરે ₹22,006 કરોડના સ્વીકારાયેલા દાવાઓ સામે ₹6.25 કરોડની ચૂકવણી યોજનાનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ દાવાઓ એ લોન સાથે સંબંધિત છે જેના માટે ચંદ્રાએ અન્ય કંપનીઓ વતી વ્યક્તિગત ગેરંટી આપી હતી. પાંચ સભ્યોની બેન્ચ હવે સમગ્ર મામલા પર નવેસરથી પુનર્વિચાર કરશે.

Leave a Reply

error: Content is protected !!