પ્રાંતિજ ના સલાલ સર્વિસ રોડ પર ફોરવ્હીલ ચાલકે રાહદારીને અડફેટે લેતા ગંભીર ઇજાઓ
પ્રાંતિજ તાલુકાના સલાલમાં અકસ્માત બાદ અજાણ્યો ચાલક વાહન સાથે ફરાર
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ તાલુકાના સલાલ ગામે સર્વિસ રોડ પર ડિવાઇડર ઉપર બેઠેલા વ્યક્તિને કાળા રંગની ફોરવ્હીલ ગાડીએ અડફેટે લેતા ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ વાહનચાલક ગાડી સાથે ફરાર થઈ જતા પ્રાંતિજ પોલીસ મથકે ગુનો નોંધાયો છે
મળતી માહિતી મુજબ, તા. ૧૦ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ સાંજે આશરે સાડા પાંચ વાગ્યાના સુમારે સલાલ બસ સ્ટેન્ડ નજીક સર્વિસ રોડ પર આ અકસ્માત સર્જાયો હતો. ગણેશપુરા, તા. દહેગામના મૂળ વતની અને હાલ સલાલ ખાતે રહેતા તોફાનનાથ જાનનાથ મદારી ડિવાઇડર ઉપર બેઠા હતા તે દરમિયાન કાળા રંગની ફોરવ્હીલ ગાડી નં. જીજે-૦૮-સીઆર-૬૬૮૦ના ચાલકે ગફલતભરી અને બેદરકારીપૂર્વક ગાડી હંકારી લાવી તેમને ટક્કર મારી હતી અકસ્મતમાં તોફાનનાથ મદારીને ગળાના ભાગે મણકામાં ફ્રેક્ચર, કાનના ભાગે તેમજ શરીરના અન્ય ભાગોમાં ઇજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ ચાલક ગાડી લઈને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો ઇજાગ્રસ્તને સારવાર હેઠળ રાખવામાં આવ્યા બાદ તેમના સાળા ગોકળનાથ મીરખાનનાથ મદારી, ઉંમર ૬૦ વર્ષ, રહે. સલાલ, તા. પ્રાંતિજ, દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી પ્રાંતિજ પોલીસે આઇપીસી કલમ ૨૮૧, ૧૨૫(એ), ૧૨૫(બી) તથા મોટર વ્હીકલ એક્ટની કલમ ૧૭૭, ૧૮૪ અને ૧૩૪(બી) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે પોલીસે ફરાર ચાલકની શોધખોળ શરૂ કરી વધુ તપાસ હાથ ધરી છે