fbpx

FASTagના નિયમોમાં મોટા ફેરફાર! 5 વર્ષ સુધી કોઈ આ લોકોની ચિંતા ખતમ; જાણો વિગતો

Spread the love

FASTagના નિયમોમાં મોટા ફેરફાર! 5 વર્ષ સુધી કોઈ આ લોકોની ચિંતા ખતમ; જાણો વિગતો

સરકારે હાઈવે ટોલ પ્લાઝા પરથી પસાર થતા દિવ્યાંગ વ્યક્તિઓ (PwD) માટે FASTagના નિયમોમાં મહત્ત્વપૂર્ણ ફેરફાર કર્યા છે. હવે ટોલ-મુક્ત FASTag માટે દર વર્ષે રિન્યૂ કરવાની જરૂરિયાત રહેશે નહીં. નવા નિયમો હેઠળ, FASTagની માન્યતા દિવ્યાંગતાની ટકાવારીના આધારે નક્કી કરવામાં આવશે, એટલે કે દિવ્યાંગતાની ટકાવારી જેટલી વધારે, FASTagની માન્યતાનો સમયગાળો તેટલો લાંબો રહેશે. સરકારની આ નવી વ્યવસ્થા આજથી એટલે કે 2 ઓક્ટોબર, 2026થી અમલમાં આવી રહી છે.

સરકારે દિવ્યાંગજનો અને પર્સન વિધ ડિસેબિલિટીઝ (PwD)ને આપવામાં આવતા એક્સેમ્પટેડ FASTag’ અંગેના નિયમોમાં ફેરફાર કર્યો છે. અગાઉ, દિવ્યાંગ વ્યક્તિઓએ તેમના ટોલ-મુક્ત FASTagનું વાર્ષિક ધોરણે રિન્યૂ કરાવવું પડતું હતું. જોકે, નવી વ્યવસ્થામાં આ પ્રક્રિયાને સરળ બનાવવામાં આવી છે; હવે FASTagની માન્યતા દિવ્યાંગતા પ્રમાણપત્ર, યુનિક ડિસેબિલિટી આઈડેન્ટિટી કાર્ડ (UDID કાર્ડ) અથવા અન્ય માન્ય દસ્તાવેજોમાં નોંધાયેલી દિવ્યાંગતાની ટકાવારીના આધારે નક્કી કરવામાં આવશે.

FASTag1

નવા નિયમો અનુસાર, જે લાભાર્થીઓન દિવ્યાંગતા 70% થી 100% સુધી નોંધાયેલી હશે, તેમના FASTagની માન્યતા 5 વર્ષ હશે. મતલબ કે પાત્ર લાભાર્થીઓએ દર વર્ષે રિન્યૂ પ્રક્રિયામાંથી પસાર થવું પડશે નહીં. બીજી તરફ, જે લોકોની દિવ્યાંગતા 40% કે તેથી વધુ, પરંતુ 70% થી ઓછી દિવ્યાંગતા છે, તેમના FASTagની વેલિડિટી 3 વર્ષ હશે. માન્યતાનો સમયગાળો સમાપ્ત થયા પછી, જો લાભાર્થી નિર્ધારિત શરતોનું પાલન કરતા હોય, તો FASTag રિન્યૂ કરાવી શકાય છે.

એવું નથી મુક્તિ પ્રાપ્ત FASTag તમામ પ્રકારના વાહનો માટે આપવામાં આવે છે. નવા નિયમો દિવ્યાંગજનો અને PwD લાભાર્થીઓ સાથે સંકળાયેલા પાત્ર વાહનોને લાગૂ પડશે. તેમાં શારીરિક દિવ્યાંગતાવાળા લોકોના ઉપયોગ માટે ખાસ રીતે ડિઝાઇન અને ઉત્પાદિત કરાયેલા વાહનોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ‘દિવ્યાંગજન’ ઓનરશિપ કેટેગરીમાં નોંધાયેલા વાહનો પણ આ નિયમના દાયરામાં આવશે.

FASTag

સરકારે FASTagના નિયમો શા માટે બદલ્યા?

જૂની વ્યવસ્થા હેઠળ, દર વર્ષે FASTag રિન્યૂ કરાવવાની જરૂરિયાત હોવાને કારણે પાત્ર લાભાર્થીઓએ વારંવાર દસ્તાવેજ અને પ્રક્રિયા પૂરી કરવી પડતી હતી. આનાથી લોકોને ઘણી વખત અનેક પ્રકારની પરેશાનીઓનો સામનો કરવો પડતો હતો, ખાસ કરીને દિવ્યાંગજન, જેઓ આ પ્રક્રિયા જાતે પૂરી કરતા હતા. આ પ્રક્રિયાને સરળ બનાવવા માટે નવો નિયમ બનાવવામાં આવ્યો છે. હવે દિવ્યાંગતાની ટકાવારીના આધારે 3 વર્ષ અથવા 5 વર્ષની માન્યતા અવધિ મળવાને કારણે લાભાર્થીઓએ હવે વારંવાર રિન્યૂઅલ કરાવવાની જરૂર રહેશે નહીં.

જોકે, વેલિટિટીનો મતલબ એ નથી કે ટોલમાંથી કાયમી મુક્તિ મળી ગઇ છે. 3 વર્ષ અથવા 5 વર્ષની વેલિડિટી પૂર્ણ થયા પછી, મુક્તિ પ્રાપ્ત FASTagનું રિન્યુ કરાવવું પડશે. રિન્યૂઅલના સમયે, લાભાર્થીની પાત્રતા, દિવ્યાંગતા અંગેના દસ્તાવેજો અને ‘નેશનલ હાઈવે ફી રૂલ્સ, 2008’ હેઠળના નિયમોનું પાલન ચકાસવામાં આવશે. એટલે, લાભાર્થીઓ માટે એ સુનિશ્ચિત કરવું જરૂરી હશે કે તેમનું દિવ્યાંગતા પ્રમાણપત્ર, UDID કાર્ડ અને અન્ય જરૂરી દસ્તાવેજો વેલિડ રહે.

Leave a Reply

error: Content is protected !!