પ્રાંતિજ ખાતે સોમીલ એસોસિએશન દ્રારા વુક્ષારોપણ તથા રોપાઓનુ વિતરણ કરવામા આવ્યુ
– વિના મૂલ્યે રોપાઓનુ વિતરણ કરવામા આવ્યુ
– આપણુ ગુજરાત હરિયાળું ગુજરાત ને લઈ ને વુક્ષારોપણ તથા રોપાઓનુ વિતરણ કરવામા આવ્યુ
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે સોમીલ એસોસિએશન દ્રારા આપણુ ગુજરાત હરિયાળું ગુજરાત ને લઈ ને વુક્ષારોપણ સાથે આયુર્વેદિક રોપાઓનુ વિનામૂલ્યે વિતરણ કરવામા આવ્યુ હતુ
પ્રાંતિજ, સલાલ , તાજપુર , મજરા અને જિલ્લા સોમીલ એસોસિએશન દ્રારા આપણુ ગુજરાત હરિયાળું ગુજરાત ને લઈ ને પ્રાંતિજ શેઠ.પીએન્ડ આર હાઇસ્કુલ સામે આવેલ મયુરઓટો કેમ્પ ખાતે વિનામુલ્યે રોપાનુ વિતરણ કરવામા આવ્યુ હતુ જેમા આયુવેદિક તથા વિવિધ ફળફળાદી ના રોપાઓનુ વિતરણ કરવામા આવ્યુ હતુ તો રોપાઓનુ વિતરણ ની સાથે પ્રાંતિજ સહિત તાલુકા તેમજ જિલ્લા માંથી ઉપસ્થિત સોમીલ એસોસિએશન ના પ્રમુખો હોદ્દેદારો દ્રારા જાતે પણ હરિયાળું ગુજરાત બનાવવા ના નેમ સાથે પ્રાંતિજ ના વિવિધ વિસ્તારો મા લીમડો ,ગુલમહોર , બોરછલી , આંબા સહિત ૧૧૦૦ થી વધુ રોપાઓનુ વિતરણ કરવામા આવ્યુ હતુ તો વિતરણ ની સાથે પ્રાંતિજ તથા વિવિધ વિસ્તારો મા વુક્ષારોપણ કરવામા આવ્યુ હતુ જ્યારે નવા બાકરપુર ખાતે આવેલ રતિભાઇ પટેલ ની વાડીમા પણ આયુવેદિક વુક્ષો નુ વુક્ષારોપણ કરવામા આવ્યુ હતુ તો આ પ્રસંગે ફોરેસ્ટ અધિકારી જે.વી.જોષી , વનરક્ષક વી.વી.ઝાલા , એસોસિએશન પ્રમુખ હિંમતભાઇ પટેલ , મંત્રી માવજીભાઇ , ચેતનભાઇ , મહેન્દ્રભાઇ , દેવશીભાઇ , રતીભાઇ , ભરતભાઈ સહિત પ્રાંતિજ , સલાલ , તાજપુર , મજરા સો મીલના કચ્છ કડવા પાટીદાર સમાજ ના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
જીલ રાવલ પ્રાંતિજ