પ્રાંતિજ ના અમીનપુર ખાતે મગફળી નુ બિયારણ નબળુ નબળુ નિકળ્યુ
– બિયારણ નકલી નિકળતા ખેડૂતોને રાતા પાણી એ રોવાનો વારો આવ્યો
– ખેડુતોને બિયારણ , ખેડ ,ખાતર ,દવા , મજૂરી સહિત નો ખર્ચ પણ માથે પડ્યો
– ખેડૂતોને ૨૪ લાખથી વધુનુ નુકસાન
– વેપારી દ્રારા જે થાય તે કરી લો ઉડાવ જવાબ આપ્યો
– ૭૨ વિધામા વાવેતર કરેલ મગફળી નુ બિયારણ નકલી નિકળતા ખેડૂતો રાતા-પીળા
– સાંસદ , પોલીસ સ્ટેશન તથા ખેતીવાડી અધિકારી ને લેખિત મા રજુઆત કરી
– ખેડૂતો ન્યાય મળે તેમાટે કુષિ મંત્રી સુધી રજુઆત કરવાના છે
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ના અમીનપુર ખાતે મગફળી નુ બિયારણ નબળુ નિકળતા ખેડૂતો ને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે અને બિયારણ , ખેડ , ખાતર , દવા , મજૂરી સહિત નો ખર્ચ પણ માથે પડ્યો છે
પ્રાંતિજ ના અમીનપુર ખાતે રહેતા ખેડૂતો દ્રારા ચોમાસુ મગફળી ની ખેતી ને લઈ ને હિંમતનગર ખેડ તસીયારોડ ઉપર આવેલ ફાર્મકાર્ટ સીડ્સ દુકાન માંથી આઠ ખેડૂતોએ ભેગા થઈ ને એકજ દિવસે એકજ ખેડૂત પટેલ ભરતભાઇ શંકર ભાઇ ના નામે એક જ બીલમા તારીખ ૩૧|૫|૨૦૨૪ ના રોજ ક્રાંતિ પીનટ ૨૦ કિલોની ૧૩૬ બેગ જેમા એક બેગ ની કિંમત ૨૬૦૦ લેખે તેની કુલ કિંમત-૩૫૩૬૦૦ ની ઓનલાઈન તથા ચેક અને રોકડા ચુકવીને ખરીદી કરી હતી અને કુલ ૭૨ વિધા જમીન મા તારીખ ૬|૬|૨૦૨૪ થી તારીખ ૧૬|૬|૨૦૨૪ સુધીમા વાવેતર કરેલ અને ૧૫ દિવસ બાદ પણ મગફળી નો ગોથ ના થતા વિકાસ ના થતો હોય અને ખેતરોમા ચાર પાંચ ફુટના ગાળે છુટક છુટક છોડ દેખાવા લાગ્યા હતા અને દવા ખાતર નાખ્યા બાદ પણ સમય થતા તેમા કોઇ વિકાસ નો ફરક ના પડતા ખેડુતો દ્રારા બિયારણ જ્યાંથી ખરીદી કરેલ તે દુકાન ફાર્મકાર્ટ સીડ્સ ના વેપારીને જાણ કરતા વેપારી ધવલ પટેલ ને તેના બે માણસો મોકલ્યા હતા અને માણસો એ પણ બરાબર છે તેમ કહીને ચાલતી પકડી હતી તો બધા ખેડૂતો દ્રારા જાતે વેપારી ને ત્યા જઈને રજુઆત કરતા વેપારી ધવલ પટેલ જાતે ખેતરો મા જોવા આવેલ અને કહેવા લાગેલ આતો આજ રીતે ઉગે અને ઉલ્ટાનુ કહેવા લાગ્યો કે તમારે જે થાય તે કરી લો મારૂ કોઇ કાંઈ નહી બગાડી દે ત્યારે હાલતો ખેડૂતોને બિયારણ ,ખેડ ,દવા ,ખાતર મજૂરી સહિત નો ખર્ચ માથે પડયો છે અને અંદાજે એક ખેડૂત ને એક વિધે -૩૫,૦૦૦ થી વધુ નુ નુકસાન એટલે કે ૭૨ વિધા મા આઠેય ખેડૂતો ને કુલ- ૨૪ લાખ થી વધુ નુ નુકસાન થયુ છે ત્યારે વેપારીને રજુઆત કરી છતાંય ઉલ્ટા નુ જે થાય તે કરી લો તેવો ઉદ્ધત જવાબ આપતા ખેડૂતો મુશ્કેલીમા મુકાવ્યા છે અને ૪૦ દિવસ બાદ પણ ગોથ ના થતા ખેડૂતો દ્રારા આ અંગે સાબરકાંઠા-અરવલ્લી સાંસદ શોભનાબેન બારૈયા ને તથા પ્રાંતિજ પોલીસ સ્ટેશન તથા પ્રાંતિજ ખાતે આવેલ ખેતીવાડી અધિકારી ને લેખિત મા રજુઆત કરી છે અને સોમવાર ના રોજ તમામે-તમામ ખેડૂતો દ્રારા ગાંધીનગર ખાતે જઇ ને કૃષિ મંત્રી ને રજુઆત કરશે ત્યારે હાલતો બોગસ કાન્તિ પીનટ મગફળી નુ બિયારણ નકલી નિકળતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે ત્યારે જવાબદાર તંત્ર દ્રારા આવા વેપારીઓ સામે કડકમા કડક પગલા લે અને ખેડૂતો ને બિયારણ ,ખેડ , દવા ,ખાતર ,મજૂરી સહિત મહેનત ખરીદ પાક સહિત નો ખર્ચ ચુકવી આપે તેવી માંગ છે ત્યારે હવે જોવુ એ રહ્યુ કે સરકાર કે સરકારી અધિકારીઓ આ ખેડૂતો ના પડખે ઉભા રહીને ન્યાય અપાવશે કે પછી હોતા હે ચલતા હે જેવી સ્થિત જોવા મળશે એ તો હવે જોવુ રહ્યુ
ખેડૂતો ની યાદી |
---|
પટેલ ભરતભાઇ શંકરભાઇ-૧૩ બેગ – ૭ વિધા , પટેલ વિનોદભાઇ શંકરભાઇ – ૧૨ બેગ ૬.૫ વિધા , પટેલ ભરતભાઇ રમણભાઇ -૩૦ બેગ ૧૬ વિધા , પટેલ નટવરભાઇ ગોપાળભાઇ -૧૫ બેગ ૭.૫ વિધા , પટેલ હસમુખભાઈ કેશાભાઈ-૧૪ બેગ ૭.૫ , પટેલ રસીકભાઇ કાંતિભાઇ -૧૬ બેગ ૮ વિધા , પટેલ રમેશભાઇ કાંતિભાઇ-૩૦ બેગ ૧૫.૫ વિધા , પટેલ નટવરભાઇ શંકરભાઇ – ૬ બેગ ૩ વિધા |
અમીનપુર ના આઠેય ખેડૂતો દ્રારા એક સામટુ એકજ બીલમા ૭૨ વિધા નુ મગફળી નુ બિયારણ ની ખરીદી કરી હતી અને વેપારી નીજ ગાડી અમીનપુર ખાતે બિયારણ ઉતારી ગઈ હતી |
જીલ રાવલ પ્રાંતિજ