પ્રાંતિજ મા મીની આભ ફાટયુ
– બે કલાક મા સાડા પાંચ ઇંચ વરસાદ ખાબકયો
– લોકોના ધરો મા વરસાદી પાણી ભરાતા સરસામાન પલરી ગયો
– શાન્તિનાથ સોસાયટી , વુદાવન પાર્ક સોસાયટી , હાઇવે ભોઇવાસ , એપ્રોચરોડ ઉપર આવેલ સરદાર નગર , હનુમાન મંદિર સહિત વિસ્તારોમા વરસાદી પાણી ભરાયા
પ્રાંતિજ રેલ્વેસ્ટેશન અંડર બ્રીજ , અમીનપુર રેલ્વે અંડર બ્રીજ , સલાલ રેલ્વે અંડર બ્રીજ મા પાણી ભરાયુ
અમીનપુર અંડર બ્રીજ મા પાણી ભરાતા અંડર બંધ કરતા અમીનપુર , પલ્લાચર , મેમદપુર , ઝીઝવા સહિત ના ગામો સંપર્ક વિહોણા થયા
– પ્રાંતિજ-તલોદ ના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર , પ્રાંતિજ મામલતદાર જૈમીન ભાઇ શાહ , પ્રાંતિજ ચીફ ઓફિસર રોશનીબેન પટેલ દ્રારા કેર સુધી પાણી મા જઇ ને સ્થળ નિરીક્ષણ કર્યુ
– વરસાદ બંધ થયો ત્રણ કલાક બાદ પણ પાણી જવાનો નિકાલ ના હોય શાન્તિનાથ સોસાયટી તથા વુદાવન પાર્ક સોસાયટી માંથી પાણી ના ઓસર્યા
– સવારથીજ વરસાદ પડવાને લઈ ને શાળા કોલેજો બંધ રાખવામા આવી હતી

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે મેધરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા બે કલાક મા સાડા પાંચ ઇંચ વરસાદ ખાબકયો હતો અને પ્રાંતિજ સહિત તાલુકામા જયા જુઓ ત્યા પાણી-પાણી જોવા મલ્યુ હતુ જેમા પ્રાંતિજ શાન્તિનાથ સોસાયટી , વુદાવન પાર્ક સોસાયટી , હાઇવે ભોઇવાસ , સરદાર નગર સહિત ના વિસ્તારો મા રહીશોના ધરો મા વરસાદી પાણી ધુસ્યા હતા

પ્રાંતિજ સહિત તાલુકા મા સોમવાર ની સવારથી મેધરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા પ્રાંતિજ ખાતે બે કલાક મા સાડા પાંચ ઇંચ વરસાદ ખાબકયો હતો જેમા પ્રાંતિજ રેલ્વેસ્ટેશન વિસ્તાર મા આવેલ પૂર્વ મંત્રી જયસિંહ ચૌહાણ ની શાન્તિનાથ સોસાયટી તથા વુદાવન પાર્ક સોસાયટી મા કેર સમા વરસાદી પાણી ભરાયા હતા તો કેર સમા પાણી ભરાતા સોસાયટી ના રહીશોના ધરો મા વરસાદી પાણી ભરાઈ જતા સરસામાન પલરી ગયો હતો અને ધરોમા પણ ઢીંચણ સુધી પાણી ભરાયુ હતુ તો શાન્તિનાથ સોસાયટી તથા વુદાવન પાર્ક સોસાયટી મા વરસાદી પાણી જવાનો નિકાલ ના હોય રહીશોની હાલત કફોડી બની હતી તો છેલ્લા પચીસ વર્ષ થી નગરપાલિકા મા તથા નગરપાલિકાના કોર્પોરેટરો ને રજુઆત કરવા છતાંય આજદીન સુધી નિકાલ ના કરતા રહીશોના ધરો મા વરસાદી પાણી ધુસ્યા હતા તો વરસાદી પાણી ધરો ધુસ્તા પ્રાંતિજ-તલોદ ના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર ને સમાચાર મળતા તેવો પણ તાત્કાલીક દોડી આવ્યા હતા તો પ્રાંતિજ મામલતદાર જૈમીન ભાઇ શાહ , પ્રાંતિજ નગરપાલિકા ચીફ ઓફિસર રોશનીબેન પટેલ , પ્રાંતિજ ભાજપ શહેર પ્રમુખ નિત્યાનંદભાઇ બ્રહ્મભટ્ટ , હાર્દિકભાઇ બ્રહ્મભટ્ટ , ધવલભાઇ રાવલ , મહેશભાઇ મકવાણા , તથા પાલિકા સેનેટરી ઇન્સ્પેક્ટર સંજયભાઈ ચૌધરી સહિત તેવોની ટીમ જેસીબી સાથે દોડી આવી હતી

તો અગાઉ ની પાલિકા ની બોડી તથા અધિકારીઓ દ્રારા વરસાદી પાણીનો કોઇ પણ પ્રકાર નો નિકાલ ના કરતા કેર સમા વરસાદી પાણી મા ગયેલ પ્રાંતિજ -તલોદ ના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર ને રહીશોનો આકોષ નો સામનો કરવો પડયો હતો તો ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર દ્રારા તાત્કાલિક પાણીનો નિકાલ કરવા તંત્ર ને સુચના આપી હતી અને રહીશોને આશ્વાસન આપ્યુ હતુ ત્યારે હાલતો ચુટાયેલા કોર્પોરેટરો તથા જવાબદાર અધિકારીઓ તથા પ્રાંતિજ નગર પાલિકા દ્રારા પ્રિમોન્સુગ કામગીરી ના કરતા સ્થળ મુલાકાત લેવા ગયેલ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર ઉપર રહીશોએ રોષ ઠાલવ્યો હતો તો વરસાદ બંધ થયો ને ત્રણ કલાક વિત્યા છતાંય શાન્તિનાથ સોસાયટી તથા વુદાવન પાર્ક સોસાયટીઓ માથી પાણી ઓસર્યા નહતા તો પ્રાંતિજ ભાંખરીયા બસસ્ટેશન પાસે આવેલ હનુમાન મંદિર તથા આજુબાજુમા આવેલ દુકાનો મા પણ વરસાદી પાણી ધુસી ગયા હતા અને એપ્રોચરોડ ઉપર આવેલ સરદાર નગર મા પણ ધરો મા પાણી ફરી વળ્યા હતા તો એસ.ટી ડેપો આગળ ભોઇવાસ જવાના રસ્તા ઉપર પણ ઢીંચણ સમા પાણી ભરાયુ હતુ તો નેશનલ હાઇવે આઠ પાસે આવેલ ભોઇવાસ મા વરસાદી પાણી જવાનો નિકાલ ના હોય વરસાદી પાણી લોકોના ધરો મા ધુસી જતા સરસામાન પલરી ગયો હતો

પ્રાંતિજ રેલ્વેસ્ટેશન ઉપર આવેલ રેલ્વે અંડર બ્રીજ મા પાણી ભરાતા રસ્તો બંધ કયો હતો અને સલાલ ખાતે રેલ્વે અંડર બ્રીજ પણ પાણી ભરાતા બંધ કર્યો હતો તો અમીનપુર રોડ ઉપર આવેલ રેલ્વે અંડર બ્રીજ મા પાણી ભરાતા બંધ કરવાનો વારો આવ્યો હતો જેને લઈ ને અમીનપુર , પલ્લાચર , મેમદપુર , ઝીઝવા સહિત ના ગામો સંપર્ક વિહોણા થઈ ગયા હતા તો પ્રાંતિજ ખાતે સવારથીજ વરસાદ પડવાને લઈ ને પ્રાંતિજ મા શાળા કોલેજો મા રજા પાડી દેવામા આવી હતી તો પ્રાંતિજ ખાતે સવાર થી બપોર ના એક વાગ્યા સુધી સાડા છ ઇંચ વરસાદ ખાબકયો હતો જ્યારે મોસમ નો કુલ વરસાદ ૫૪૦ મીમી એટલે કે ૨૧ ઇંચ વરસાદ નોધાઇ ચુક્યો છે
જીલ રાવલ પ્રાંતિજ






















