રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ શનિવારે મોડી રાત્રે 10 રાજયોના રાજ્યપાલ અને ઉપ રાજ્યપાલના નામોની જાહેરાત કરી હતી. જેમાં એક નામ છે ગુજરાતના તત્કાલીન અધિકારી કે કૈલાસનાથનનું. કૈલાસનાથન PM મોદીના ખાસ અને વિશ્વાસુ અધિકારી માનવામાં આવે છે. તેમને પુડ્ડીચેરીના લેફ્ટનન્ટ ગર્વનર (LG) બનાવવામાં આવ્યા છે. ગુજરાતના ભાજપના જે સિનિયર નેતાઓ કે જેમને ઘણા સમયથી નજર અંદાજ કરવામાં આવ્યા છે તેવા 3 નેતાઓના રાજ્યપાલ પદ માટે ચર્ચા હતી, પરંતુ અત્યારે તેમનો નંબર લાગ્યો નથી.
ભુપેન્દ્ર ચુડાસમા, નીતિન પટેલ અને વિજય રૂપાણી ગુજરાત ભાજપના સિનિયર નેતાઓ છે અને તેમને રાજ્યપાલ બનાવવામાં આવી શકે છે તેવી ચર્ચા હતી. તેની સામે ગુજરાતના પડોશી રાજ્ય રાજસ્થાનના બે નેતાઓ ગુલાબચંદ કટારીયા અને ઓમ માથુરને રાજ્યપાલ બનાવાયા છે.