દુનિયાના જાણીતા દિગ્ગજ ઇન્વેસ્ટરની કંપનીએ એપલ INC.માં પોતાનું 50 ટકા હોલ્ડીંગ વેચી નાંખ્યું છે. હવે સવાલ એ છે કે વોરેન બફેટે આટલું મોટું હોલ્ડીંગ વેચી નાંખ્યું તો તેની ભારતના શેરબજાર પર કોઇ અસર પડશે?
વોરેન બફેટની કંપની બ્રેકશાયર હેથવેએ જુલાઇના મધ્યમાં એપલનું 50 ટકા હોલ્ડીંગ ઘટાડી નાંખ્યું છે.
એક રિપોર્ટ મુજબ ચીનમાં એપલનું વેચાણ ઘટ્યું છે અને ર્સ્પધા પણ વધી છે.રોકાણકારોનું માનવું છે કે વિદેશી બજારોમાં એપલની સ્થિતિ ડગમગવા માંડી છે.ચીનની સરકાર વર્ક પ્લેસ પર વિદેશી ટેકનોલોજીના ઉપયોગને સીમિત કરી રહી છે.
શેરબજારના જાણકારોનું કહેવું છે કે, વોરેન બફેટના એપલાં હોલ્ડીંગ વેચવાને કારણે ભારતીય બજાર પર જરાયે અસર પડશે નહીં. ભારતમાં એપલના મોટા શેરહોલ્ડર્સ નથી.