fbpx

કોણ છે જસ્ટિસ રાજબીર સહરાવત, જેમણે સુપ્રીમ કોર્ટ પર જ ઉઠાવી દીધી આંગળી, હવે CJI.

Spread the love

‘સુપ્રીમ કોર્ટ જો સુપ્રીમ કોર્ટ છે તો હાઇ કોર્ટ પણ ઓછી હાઇ નથી..’ પંજાબ અને હરિયાણા હાઇ કોર્ટના જસ્ટિસ રાજબીર સહરાવત સુપ્રીમ કોર્ટ પર આ ટિપ્પણી કરીને મુશ્કેલીમાં ઘેરાતા નજરે પડી રહ્યા છે. સુપ્રીમ કોર્ટે પંજાબ અને હરિયાણા હાઇ કોર્ટના આ આદેશ પર સ્વતઃ સંજ્ઞાન લઇ લીધું છે, જેમાં હાઇ કોર્ટના જજ રાજબીર સહરાવતે સુપ્રીમ કોર્ટ પર સવાલ ઉઠાવી દીધા હતા. ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા (CJI) ડી.વાઇ. ચંદ્રચૂડ સહિત 5 જજોની સંવૈધાનિક બેન્ચે આજે આ કેસ પર સુનાવણી કરી હતી. જેમાં ન્યાયાધીશે કરેલી નિંદનીય ટિપ્પણી હટાવી છે.

સુપ્રીમ કોર્ટે મંગળવારે પંજાબ અને હરિયાણા હાઇ કોર્ટના ન્યાયાધીશ રાજબીર સહરાવતના હાલના આદેશના સંબંધમાં સુઓ મોટો લેતા કેસ શરૂ કર્યો, જેમાં તેમણે પોતાની પીઠ સમક્ષ એક પેન્ડિંગ કેસ (નૌટી રામ વર્સિસ દેવેન્દ્ર સિંહ IAS અને અન્ય)માં કાર્યવાહી પર રોક લગાવવા માટે સુપ્રીમ કોર્ટની નિંદા કરી. 17 જુલાઇએ આપેલા આદેશમાં જસ્ટિસ સહરાવતે કહ્યું કે, હાઇ કોર્ટ દ્વારા અપાયેલ આદેશ સાથે સંબંધિત કોર્ટની અવમાનનાની કાર્યવાહીના સંબંધમાં સુપ્રીમ કોર્ટની કોઇ ભૂમિકા નથી.

જસ્ટિસ રાજબીર સહરાવતે કહ્યું કે, કદાચ સુપ્રીમ કોર્ટ તરફથી વધુ સાવધાની રાખવી વધુ ઉચિત હોત. આ ટિપ્પણી કરનાર જસ્ટિસ રાજબીર સહરાવત બાબતે વાત કરીએ તો તેમનો જન્મ સોનીપત જિલ્લાના જાગસી ગામમાં થયો હતો. તેમના પિતા સ્વ. રામ સરૂપ સહરવત એક પ્રતિષ્ઠિત શિક્ષક હતા. તેમણે માધ્યમિક સુધી પોતાના ગામની શાળામાં જ અભ્યાસ કર્યો અને ત્યારબાદ SM હિન્દુ હાઇ સ્કૂલ, સોનીપતથી મેટ્રિક સુધીનો અભ્યાસ કર્યો. ત્યારબાદ તેમણે 1982-83માં ઓલ ઇન્ડિયા જાટ હિરોઝ મેમોરિયલ (AIJHM) કૉલેજ, રોહતકથી સ્નાતક (B.Sc, B.ed) કર્યું.

જસ્ટિસ રાજબીર સહરાવતે 1983માં કુરુક્ષેત્ર યુનિવર્સિટી, કુરુક્ષેત્રમાં વિધિ વિભાગમાં એડમિશન લીધું અને વર્ષ 1986માં લૉમાં ડિગ્રી હાંસલ કરી અને પંજાબ અને હરિયાણા બાર કાઉન્સિલના સભ્યના રૂપના નામાંકિત થયા. એ સિવાય તેમણે વર્ષ 1988માં મહર્ષિ દયાનંદ યુનિવર્સિટી, રોહતકથી રાજનીતિ વિજ્ઞાનમાં સ્નાતકોત્તર કર્યું. ન્યાયાધીશે સિવિલ, ગુનાહિત, શ્રમ, સંવૈધાનિક અને કાયદના જટિલ પ્રશ્નો સાથે જોડાયેલા અન્ય કેસો સાથે સંબંધિત કેસોને નિપટાવ્યા છે.

તેમણે વર્ષ 2010થી પંડિત બી.ડી. શર્મા સ્વાસ્થ્ય વિજ્ઞાન યુનિવર્સિટી, રોહતકનું પણ પ્રતિનિધિત્વ કર્યું. એ સિવાય હરિયાણા રાજ્ય હથકરઘા અને હસ્તશિલ્પ નિગમ, હરિયાણા રાજ્ય સહકારી આવાસ વિકાસ સંઘ અને હરિયાણા આર્થિક નિગમ માટે કાયદાકીય સલાહકાર સહ સ્થાયી વકીલના રૂપમાં રહ્યા. તેઓ 17 જુલાઇ 2001થી 23 ફેબ્રુઆરી 2004 સુધી હરિયાણાના વરિષ્ઠ ડેપ્યુટી એડવોકેટ જનરલના રૂપમાં હરિયાણામાં કાર્યરત રહ્યા. 10 જુલાઇ 2017ના રોજ તેમને પંજાબ અને હરિયાણા હાઇકોર્ટ, ચંદીગઢના એડિશનલ ન્યાયાધીશના રૂપના પ્રમોશન આપવામાં આવ્યું.

error: Content is protected !!