fbpx

પેરિસ ઓલિમ્પિકમાંથી સ્વિમરને કેમ પાછી મોકલી દેવાઈ તેનું કોઈ કારણ જ નથી

Spread the love

અત્યારે ચાલી રહેલી પેરિસ 2024 ઓલિમ્પિક અને પેરાલમ્પિક રમત ફ્રાન્સમાં આયોજિત અત્યાર સુધીનું સૌથી મોટું આયોજન છે. ઓલિમ્પિક રમત 26 જુલાઇથી શરૂ થઇ છે અને 11 ઑગસ્ટ સુધી ચાલશે. આ દરમિયાન થનારી દરેક રમત અને તેમાં જીત-હાર ઇતિહાસમાં નોંધાઇ જશે. આ સમયે રોજ અલગ અલગ દેશોથી અલગ અલગ સ્પોર્ટમાં ખેલાડીઓની જીતના સમાચાર સામે આવી રહ્યા છે. રમતના આટલા મોટા મહાકુંભથી વધુ એક હેરાન કરી દેનારા સમાચાર સામે આવ્યા છે.

હાલમાં જ સમાચાર સામે આવ્યા હતા પેરાગ્વેની સ્વિમર Luana Alonsoને ખરાબ વ્યવહારના કારણે ઓલિમ્પિકમાંથી પાછી ઘરે મોકલી દેવામાં આવી છે, ત્યારબાદ તેણે સ્વિમિંગમાંથી સંન્યાસ પણ લઇ લીધો છે, પરંતુ હવે તેણે આ મામલે ઇન્સ્ટાગ્રામ પર સફાઇ આપી છે અને તેણે જણાવ્યું કે એવા સમાચાર ખોટા છે. તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટોરીમાં લખ્યું કે, ‘હું સ્પષ્ટ કરવા માગું છું કે તેને ક્યાંયથી હટાવવામાં આવી નથી અને ન તો બહાર કરવામાં આવી છે.

સાથે જ તેણે કહ્યું કે, એવી ખોટી જાણકારી ન ફેલાવવી જોઈએ. ઉલ્લેખનીય છે કે, Luana Alonsoની સુંદરતના કારણે ખૂબ ચર્ચા થઈ રહી હતી. ત્યારબાદ તેને બહાર કરવાના સમાચાર આવ્યા, ત્યારબાદ તેણે સાચી જાણકારી આપી. સ્વિમર Women’s 100m Butterfly ઇવેન્ટની સેમીફાઇનલમાં ક્વાલિફાઈ કરી શકી નથી, જેના કારણે ઘરે જતી રહી હતી, પરંતુ ઘણા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે જલદી જ સંન્યાસ કે ખરાબ વ્યવહારના કારણે ઓલિમ્પિક વિલેજથી જતી રહી હતી.

ઉલ્લેખનીય છે કે, પેરિસ ઓલિમ્પિકમાં ભારતે અત્યાર સુધી 5 મેડલ જીતી લીધા છે.તેમાં 4 બ્રોન્ઝ છે અને એક સિલ્વર મેડલ સામેલ છે. 3 બ્રોન્ઝ મેડલ શૂટિંગમાં આવ્યા છે 1 બ્રોન્ઝ મેડલ હોકીમાંથી આવ્યું છે, જ્યોરે ભાલાફેક ઇવેન્ટમાં નિરજ ચોપરાએ સિલ્વર મેડલ જીત્યું છે. સૌથી પહેલા મનુ ભાકરે 10 મીટર એર પિસ્ટલમાં બ્રોન્ઝ અપાવ્યું, પછી બીજું મેડલ પણ મનુ ભાકરે મિક્સ્ડ ટીમ ઇવેન્ટમાં અપાવ્યું. તેની સાથે જ સરબજોત સિંહ પણ ટીમમાં હતો. ત્રીજું બ્રોન્ઝ સ્વપ્નિલ કુસાલેએ મેન્સ 50 મીટર એરરાઇફલ થ્રી પોઝિશનમાં અપાવ્યું છે. ચોથું મેડલ ભારતીય હોકી ટીમે અપાવ્યું, જ્યારે પાંચમું મેડલ નિરજ ચોપરાએ અપાવ્યું છે.

error: Content is protected !!