થાળી વેલણ વગાડી સરકાર ને તંત્ર ને જગાડવાનો અનોખો કિમીયો
પ્રાંતિજ ખાતે સામાજિક કાર્યકર નો અનોખો વિરોધ
– ત્રણ રસ્તા થી તાલુકા સેવાસદન સુધી થાળી વેલણ વગાડી ને વિરોધ કર્યો
-રોડ રસ્તા , સફાઇ , ડસ્ટ , પાણી જન્ય રોગો , રખડતી ગાયો ને લઈ ને થાળી વેલણ વગાડી વિરોધ
– તંત્ર અને સરકાર ને જગાડવાનો પ્રયત્ન કર્યો
– નિરાકરણ નહી આવે તો આત્મ વિલોપન ની ચીમકી ઉચ્ચારી
– હિંમતનગર જિલ્લા કચેરી ખાતે જઇ ને આત્મ વિલોપન ચીમકી ઉચ્ચારી
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે સામાજિક કાર્યકર દ્રારા રોડ-રસ્તા, સફાઇ , પાણી જન્ય રોગો , રખડતી ગાયો ને લઈ થાળી વેલણ વગાડી ને સરકાર ને તથા તંત્ર ને જગાડવાનો અનોખો કિમીયો અપનાવ્યો આત્મ વિલોપન ની ચીમકી પણ ઉચ્ચારી
પ્રાંતિજ ખાતે આવેલ એપ્રોચરોડ છેલ્લા કેટલાય વર્ષોથી ખાડા ખડીયા વાળો થઈ ગયો છે અને અનેકવાર રસ્તાની રજુઆત બાદ પણ માત્ર થીંગડા મારી ચલાવવામા આવતુ હોય તેવુ હાલતો સ્પષ્ટ પણે જણાઇ આવે છે અને જેને લઈ ને વાહન ચાલકો તથા રોજીદુ અવરજવર કરતા લોકો પરેશાન થઈ રહ્યા છે તો બીજીબાજી જયા જુવો ત્યા સફાઇ ના અભાવે કચરાના ઢગ જોવા મલી રહ્યા છે અને વરસાદી પાણી ખાડાઓમા ભરાતા મચ્છરજન્ય રોગો તથા પ્રાંતિજ મા જયા જુઓ ત્યા રખડતી ગાયો ને લઈ ને રજુઆત બાદ કોઇ પણ કાર્યવાહી ના થતા સામાજિક કાર્યકર અનીલ પટેલ દ્રારા પ્રાંતિજ ત્રણ રસ્તા થી હાથમા થાળી વેલણ લઈ વગાડી ને ત્રણ કિલોમીટર સુધી ચાલીને પ્રાંતિજ તાલુકા સેવાસદન ખાતે જઇ ને પ્રાંતિજ મામલતદાર જૈમીન ભાઇ શાહ તથા પ્રાંન્ત કચેરી ખાતે જઇ ને થાળી વેલણ વગાડી ને અનોખો વિરોધ કર્યો હતો અને સરકાર તથા તંત્ર ને જગાડવા પ્રયત્ન કર્યો હતો અને રોડ-રસ્તા , પાણી જન્ય રોગ , ગાયોની સમસ્યા વગેરે બાબતે રજુઆત કરી હતી અને જો આવનાર દિવસો મા સમસ્યાઓનો હલ નહી આવે તો હિંમતનગર ખાતે આવેલ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જઇ ને આત્મ વિલોપન ની ચીમકી ઉચ્ચારી છે ત્યારે હવે જોવુ એ રહ્યુ કે આ સામાજિક કાર્યકર દ્રારા વગાડવામા આવેલ થાળી લેવણ તંત્ર અને સરકાર ના કાને પડશે કે પછી હોતા હે ચલતા હે જેવી સ્થિત જોવા મળશે એ તો હવે જોવુ રહ્યુ
જીલ રાવલ પ્રાંતિજ