fbpx

જમ્મુ-કાશ્મીરમાં કુલ 114 વિધાનસભા બેઠકો, પણ મતદાન 90 સીટ પર જ, જાણો કેમ?

Spread the love

ભારતના ચૂંટણી પંચે શુક્રવારે જ્મૂ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે, જે મુજબ 3 તબક્કામાં ચૂંટણી થવાની છે. જમ્મુ કાશ્મીરમાં 10 વર્ષ પછી વિધાનસભાની ચૂંટણી થવા જઇ રહી છે.

જમ્મુ-કાશ્મીરમાં કુલ 114 વિધાનસભા બેઠકો છે, જેમાં 43 સીટો જ્મ્મુમાં, 47 સીટો કાશ્મીરમાં અને બાકીની 24 બેઠકો પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીર (POK)માં છે. POKના વિવાદને કારણે 24 બેઠકો પર ચૂંટણી થઇ શકશે નહીં એટલે 90 બેઠકો પર મતદાન થશે.

મોદી સરકારે 2019માં આર્ટિકલ 370 હટાવી દીધા પછી બે રાજ્યોને કેન્દ્ર શાસિત પ્રદેશમાં વ્હેંચી દીધા હતા. એક જમ્મુ અને બીજા લદાખ. 2014માં કુલ 87 વિધાનસભા બેઠકો હતી, જેમાં 37 જમ્મુમાં, 6 લદાખમાં અને 46 કાશ્મીરમાં હતી, પરંતુ હવે લદાખમાં એક પણ વિધાનસભા બેઠક નથી. લદાખની 6 બેઠકો જમ્મુમાં ચાલી ગઇ અને કાશ્મીરમાં એક બેઠક વધી.

error: Content is protected !!