જરા વિચારી જુઓ કે તમારે હજારો કિલોમીટરની મુસફરી કરીને ઓફિસ જવું પડે તો કેવું લાગશે? પરંતુ આ મુસાફરી પ્રાઇવેટ જેટથી કરવાની હોય. એવી જ સર્વિસ સ્ટારબક્સના નવા CEOને મળી છે. સ્ટારબક્સના નવા CEO બ્રાયન નિકોલ પોતાના નવી ઓફિસ સુધી રોજ અસાધારણ યાત્રા કરશે. કેલિફોર્નિયામાં રહેનારા નિકોલ સિએટલમાં સ્ટારબક્સના મુખ્યાલય સુધી રોજ 1600 કિમીની યાત્રા કરશે. સમજૂતી મુજબ નિકોલ આ ડેઇલી સફર માટે કોર્પોરેટ જેટનો ઉપયોગ કરવાના છે.
દૂરી છતા તેમની પાસે અપેક્ષા રાખવામાં આવે છે કે તેઓ અઠવાડિયામાં ઓછામાં ઓછા 3 દિવસ ઓફિસથી કામ કરે, જે કંપનીની હાઇબ્રીજ વર્કપોલિસીને અનુરૂપ છે. આ પોલિસી 2023થી પ્રભાવી છે. બ્રાયન નિકોલ આગામી મહિને સ્ટારબક્સ કોર્પના નવા CEO તરીકે પોતાનો પદભાર સંભાળશે. 50 વર્ષીય નિકોલને 1.6 મિલિયન ડૉલરની વાર્ષિક સેલેરી મળશે. એ સિવાય તેઓ પોતાના પ્રદર્શનના આધાર પર 3.6 મિલિયન ડૉલરથી 7.2 મિલિયન ડૉલર સુધીના બોનસ પાત્ર છે.
તેમને વાર્ષિક ઇક્વિટી ગિફ્ટમાં 23 મિલિયન ડૉલર સુધી કમાવાનો અવસર પણ મળશે. નિકોલની સલેરીનો ખુલાસો લેટરના માધ્યમથી થયો છે. નિકોલ માટે આ ઘરથી ઓફિસ જવાની વ્યવસ્થા નવી નથી. જ્યારે તેઓ વર્ષ 2018માં ચિપોટલના CEO હતા, ત્યારે તેમણે આ પ્રકારની ડીલ કરી હતી. ચિપોટલ જેનું મુખ્યાલય કોલોરાડોમાં હતું, તેણે નિકોલના પદભાર સંભાળ્યાના 3 મહિના બાદ પોતાની ઓફિસ કેલિફોર્નિયામાં ટ્રાન્સફર કરી દીધી.
સ્ટારબક્સના પ્રવક્તાએ કહ્યું કે, બ્રાયનનું મુખ્ય કાર્યાલય અને તેમનો મોટા ભાગનો સમય અમારા સિએટલ હેલ્પ સેન્ટરમાં કે અમારા સ્ટોર, રોસ્ટરી, રોસ્ટિંગ સર્વિસ અને દુનિયાભરની ઓફિસોમાં પાર્ટીશિપેટમેન્ટ અને કસ્ટમર્સ સાથે મળવામાં વિતશે. તેમનું શેડ્યૂલ હાઇબ્રીડ વર્ક ગાઇડલાઇન અને અપેક્ષાથી ઘણું બધુ હશે. બધા CEO પાસે એવી છૂટ નથી. અમેઝોનના એન્ડી જેસી અને જેપી મોર્ગન ચેસની જેમી ડિમર ઓફિસમાં કામની વાપસીની વકીલાત કરી રહ્યા છે.
નિકોલની આ અનોખી વ્યવસ્થા પાછળનું કારણ સ્ટારબક્સના હાલના પ્રદર્શન સાથે જોડાયેલું છે. હાલના CEO લક્ષ્મણ નરસિંહનની લિડરશીપમાં આ કંપનીના સૌથી મોટી માર્કેટ, અમેરિકા અને ચીનમાં વેચાણમાં ઘટાડો આવ્યો છે.