fbpx

રેસિડન્ટ ડોક્ટરોને સ્ટાઇપેન્ડમાં 20% વધારો નથી જોઈતો, સોમવારથી હડતાળ પર જશે

Spread the love

હજુ થોડા દિવસો પહેલા કોલકોત્તાની ઘટના સામે ગુજરાતના ડોકટર્સ હડતાળ પર ગયા હતા હવે સોમવારથી રાજયના રેસિડન્ટ ડોકર્ટસે હડતાળ પર જવાની જાહેરાત કરી છે.

જુનિયર ડોકટર્સ એસોસિયેશનના વાઇસ પ્રેસિડન્ટ શશાંક આશરાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે,રેસિડન્ટ ડોકટર્સ માટે દર 3 વર્ષે સ્ટાઇપેન્ડ વધારવાનું હોય છે, પરંતુ સરકારે હવેથી 5 વર્ષે વધારવાનો નિર્ણય કર્યો છે અને સ્ટાઇપેન્ડ 40 ટકાને બદલે માત્ર 20 ટકા જ વધાર્યું આના વિરોધમાં અમે 2 સપ્ટેમ્બરથી રાજ્યના તમામ રેસિડન્ટ ડોકટર્સ હડતાળ પર જવાના છે. આ સમયે ઇમરજન્સી સેવાઓ પણ બંધ રહેશે. આશરાએ કહ્યું કે, 2009થી અમને 40 ટકા સ્ટાઇપેન્ડ મળતું. સરકારને અમે અનેક વખત રજૂઆત કરી હતી, પરંતુ કોઇ નિરાકરણ આવ્યું નથી.

error: Content is protected !!