fbpx

પંત અને બૂમરાહને મોટી ઇજા ન થવી જોઈએ… ભારતીય ટીમને ચેપલે કેમ ચેતવી?

Spread the love

પૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટન ઇયાન ચેપલે કહ્યું હતું કે, જો ભારતે ઓસ્ટ્રેલિયામાં સીરિઝની ઐતિહાસિક જીતની હેટ્રિક હાંસલ કરવી હોય તો ફાસ્ટ બોલર જસપ્રીત બુમારહ અને વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતને ઇજાઓથી મુક્ત અને ટોપ ફોર્મમાં રહેવું પડશે. ઇયાન ચેપલને લાગે છે કે ભારતીય ટીમ માટે આ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ચક્રમાં 5 ટેસ્ટ મેચ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ દ્વિપક્ષીય સીરિઝ અગાઉ આદર્શ તૈયારી છે, જેમાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ 3 ટેસ્ટ મેચોની સીરિઝ પણ સામેલ છે.

ચેપલે ESPN ક્રિકઇન્ફોમાં પોતાની કોલમમાં લખ્યું કે, ‘ભારતની પ્રાથમિકતા એજ રહેશે કે તેના મોટા ભાગના ખેલાડી ફોર્મમાં રહે અને તેને કોઈ મોટી ઇજા ન થાય. જો કે, સૌથી વધુ જરૂરી વાત જસપ્રીત બૂમરાહ અને રિષભ પંતનું ફોર્મમાં રહેવું અને ઇજાઓથી મુક્ત રહેવું હશે. તેમણે કહ્યું કે, પંતે ભયાનક કાર દુર્ઘટના બાદ જે પ્રકારે ટેસ્ટમાં વાપસી કરી છે તે શાનદાર છે. તે ભારતીય બેટિંગ ક્રમમાં મહત્ત્વનો વિકેટકીપર બેટ્સમેન છે અને જો તે ઓસ્ટ્રેલિયાના પ્રવાસ માટે ફોર્મમાં રહે છે તો ટીમનું મનોબળ વધશે.

રિષભ પંત વર્ષ 2020-21માં ભારતને ઓસ્ટ્રેલિયામાં ગત સીરિઝમાં મળેલી જીતનો નાયક રહ્યો હતો. ચેપલે કહ્યું હતું કે, ‘જો પંત પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરે છે તો એ ભારત માટે સારું રહેશે કેમ કે તે ઓસ્ટ્રેલિયન પરિસ્થિતિઓ માટે આદર્શ વિકેટકીપર છે. તેમણે કહ્યું કે, ઓસ્ટ્રેલિયામાં ભારત માટે મહત્ત્વનું પહેલું બૂમરાહની ફિટનેસ અને ફોર્મ રહેશે. જસપ્રીત બૂમરાહે ઑગસ્ટ 2023માં પીઠના નીચેના હિસામાં સ્ટ્રેસ ફ્રેક્ચર સર્જરી બાદ વાપસી કરીને પોતાનો કાર્યભાર સારી રીતે પ્રબંધિત કર્યો છે.’

ઇયાન ચેપલે કહ્યું કે, ‘આગામી ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર 2 સૌથી સફળ ફાસ્ટ બોલર જસપ્રીત બૂમારહ અને મોહમ્મદ સિરાજ બંનેના સારા ફોર્મ અને ફિટનેસ જરૂરી છે. જસપ્રીત બૂમરાહ ફાસ્ટ બોલિંગ આક્રમણની આગેવાની કરે છે. તો મોહમ્મદ શમી પણ સીરિઝ શરૂ થવા અગાઉ ફિટ થવાની અપેક્ષા રાખી રહ્યો છે. તેમણે કહ્યું કે, જો મોહમ્મદ શમી ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ફિટ થઈ જાય છે તો એ આદર્શ હશે અને તેની ઉપસ્થિતિથી ભારતના બોલિંગ આક્રમણમાં વિવિધતા પણ વધશે. રવીન્દ્ર જાડેજા અને રવિચંદ્રન અશ્વિન સાથે સ્પિન બોલિંગ પણ સારી છે, પરંતુ હું ઓસ્ટ્રેલિયન પીચો પર કુલદીપ યાદવના મહત્ત્વને ઓછું નહીં ગણું.

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

error: Content is protected !!