પ્રાંતિજ નગરજનોને પાણીના મળતા રહીશો પરેશાન
– પાણી ના મળવાને લઈ ને મહિલાઓનો ગુસ્સો સાતમા આસમાને
– રજુઆત બાદ પણ પાણી માટે નગરજનોને વલખા
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે છેલ્લા ત્રણ દિવસ થી પ્રાંતિજ ના કેટલાય વિસ્તારમા પાણી ના મળતા રહીશો પ્રાથમિક સુવિધા પાણી માટે રજડવાનો વારો આવ્યો છે તો પાણીના મળતા રહીશો નો ગુસ્સો સાતમા આસમાને પોહચ્યો હતો
પ્રાંતિજ ખાતે છેલ્લા ત્રણ દિવસ થી વિવિધ વિસ્તારો મા નગરપાલિકા દ્રારા આપવામા આવતુ પીવાનુ પાણી ના મળતા રહીશો પાણી માટે વલખા મારી રહ્યા છે તો પ્રાંતિજ પાલિકા દ્રારા નગરજનો ને પાણી નહી મળે તે માટે અગાઉ રજુઆત પણ કરવામા આવી હતી પણ ગાજયા મેધ વરસ્યા નહી જેવી સ્થિતિ જોવા મળી હતી અને પ્રાંતિજ પાલિકાએ જે બે દિવસ ની રજુઆત કરી હતી તે દિવસો અને ત્યાર બાદ પણ નગરજનોને પાણી મલ્યુ હતુ અને બાદમા અચાનક પાલિકા દ્રારા રજુઆત વગર નગરમા પાણી બંધ કરી દેતા છેલ્લા ત્રણ દિવસ થી પ્રાંતિજ ના વિવિધ વિસ્તારો મા પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે જેમા તપોધન વાસ , લાલદરવાજા , ઉંડીફડી , ખોડીયાર કુવા , મોટો માઢ , નવાધરા , સ્વામિનારાયણ સોસાયટી , ગંજાનંદ સોસાયટી , એપ્રોચરોડ સહિત ના વિવિધ વિસ્તારો સોસાયટીઓમા વગર રજુઆતે પાલિકા દ્રારા પાણી બંધ કરી દેતા રહીશો પાણી માટે આમતેમ રજડતા જોવા મલ્યા હતા તો છેલ્લા ત્રણ દિવસ થી પીવાનુ પાણી ના મળતા નગરજનો મા પાલિકા સામે રોષ જોવા મળી રહ્યો છે
જીલ રાવલ પ્રાંતિજ