હરિયાણામાં 5 ઓકટોબર વિધાનસભાની ચૂંટણી છે અને 8 ઓકટોબરે પરિણામ જાહેર થવાના છે. એ પહેલાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એક મોટો માસ્ટર સ્ટ્રોક મારી દીધો છે, જેને કારણે ભાજપ ટેન્શનમાં આવી ગયું છે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ હરિયાણામાં થોડા દિવસો પહેલાં 2 રેલીઓ કરી હતી , જેમાં 17 વિધાનસભા કવર થતી હતી. હવે રાહુલ ગાંધીએ માસ્ટર સ્ટ્રોક એ માર્યો છે કે, 30 સપ્ટેમ્બરથી 3 ઓકટોબર સુધી હરિયાણામાં રથયાત્રા શરૂ કરી છે. જેમાં 6 વિધાનસભા વિસ્તાર કવર થશે.
સોમવારથી રાહુલ ગાંધીએ અંબાલાથી રથયાત્રાની શરૂઆત કરી છે. હરિયાણા વિધાનસભામાં આ વખતે પ્રચારથી દુર રહેલા પ્રિયંકા ગાંધી વાડ્રા પણ રાહુલ સાથે યાત્રામાં જોડાયા છે. નબળી બેઠકો પર રાહુલે ધ્યાન આપ્યું છે.