fbpx

લાખો લોકોને રોજગારી આપતા ડાયમંડ ઉદ્યોગ માટે ગુજરાત સરકાર કેમ કઇ કરતી નથી?

Spread the love

ગુજરાત સરકારે તાજેતરમા ટેક્સટાઇલ પોલીસી જાહેર કરી અને કાપડ ઉદ્યોગમાં ખુશી વ્યાપી ગઇ, પરંતુ જે ડાયમંડ ઉદ્યોગ દેશના અબજો રૂપિયાનું હુંડિયામણ પુરુ પાડે છે, જે ઉદ્યોગ લાખો લોકોને રોજગારી પુરી પાડે છે, જે ઉદ્યોગનો ગુજરાતના અર્થતંત્રમા મોટો હિસ્સો છે તેને ગુજરાત સરકાર નજર અંદાજ કરી રહી છે.અત્યાર સુધી ડાયમંડ ઉદ્યોગને સરકાર તરફથી કોઇ મદદ મળી નથી.

ભાજપના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એક પત્ર લખીને ડાયમંડ ઉદ્યોગ માટે પણ પોલીસી જાહેર કરવાની માંગ કરી છે.

કાનાણીએ પત્રમાં લખ્યું છે કે, ડાયમંડ ઉદ્યોગ કપરા કાળમાંથી પસાર થઇ રહ્યો છે અને અનેક યુનિટો બંધ થવાની નોબત ઉભી થઇ છે. રત્નકલાકારોએ નોકરી ગુમાવવી પડે તેનું પ્રમાણ વધી રહ્યું છે અને પરિવારનું ભરણ પોષણ નહીં કરી શકવાને કારણે રત્નકલાકારો આત્મહત્યાનો માર્ગ અપનાવી રહ્યા છે.

Leave a Reply

error: Content is protected !!