ગુજરાતના અમદાવાદમાં એક ગ્રાહકને કોર્ટમાં ફરિયાદ કરવાનું ભારે પડી ગયું છે. એક ગ્રાહકે ગાંધીનગરમાં ગ્રાહક ફોરમમાં ફરિયાદ કરી હતી કે એક રેસ્ટોરન્ટે 24 પૈસા ઓછા આપ્યા હતા. કોર્ટે ફરિયાદી પર જ 1000નો દંડ ઠોકી દીધો હતો. કોર્ટે કહ્યુ કે, તમે કોર્ટની મજાક ઉડાવી છે અને અમારો સમય બરબાદ કર્યો છે.
પંકજ પટેલ નામના એક ગ્રાહક રેસ્ટોરન્ટમાં ગયા હતા અને તેમણે પિત્ઝા અને કોલ્ડડ્રિંક પીધું હતું. તેમનું બિલ થયું હતું 664.76 પૈસા. રેસ્ટોરન્ટે 665 રૂપિયા કાપી લીધા. પંકજ પટેલે રેસ્ટોરન્ટ સાથે રકઝક કરી, પરંતુ આખરે તેમણે કોર્ટમાં ફરિયાદ કરી. રેસ્ટોરન્ટના માલિકે કોર્ટમાં કહ્યું કે, સરકારની ગાઇડ લાઇન મુજબ ઉપરના પૈસા અમારે રાઉન્ડઓફ કરવાના હોય છે અને તે મુજબનું સોફ્ટવેર પણ છે. એટલે ગ્રાહક પાસેથી રાઉન્ડઓફ પૈસા લેવાયા હતા.