fbpx

‘વધુ બાળકો પેદા કરો’, આ રાજ્યના CMનો વસ્તીને લઈને સાવ અલગ વિચાર છે

Spread the love

મીડિયા સૂત્રોના અહેવાલ અનુસાર, તેલુગુ દેશમ પાર્ટી (TDP)ના વડાએ સ્વીકાર્યું કે, રાજ્યએ અગાઉ એક કાયદો અમલમાં મૂક્યો હતો, જે બે કરતાં વધુ બાળકો ધરાવતી વ્યક્તિઓને સ્થાનિક ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકતો હતો. તેમણે કહ્યું કે આ કાયદો રદ કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું, ‘અમે હવે આને બદલવાનું વિચારી રહ્યા છીએ… સરકાર વધુ બાળકો ધરાવતા પરિવારોને વધુ લાભ આપી શકે છે.’

આ કાયદો મોટા પરિવારોને ચૂંટણી લડવાની તક આપશે અને તેનાથી વસ્તી વૃદ્ધિને પ્રોત્સાહન મળશે. CM N. ચંદ્રબાબુ નાયડુએ કહ્યું કે, રાજ્યમાં પ્રજનન દર ઘટીને 1.6 થયો છે, જે રાષ્ટ્રીય સરેરાશ 2.1 કરતા ઘણો ઓછો છે. આ સ્થિતિ દક્ષિણના રાજ્યોને વૃદ્ધ વસ્તીની સમસ્યામાં ધકેલી શકે છે. CM N. ચંદ્રબાબુ નાયડુએ ચેતવણી આપી હતી કે, જો આ દિશામાં પગલાં લેવામાં નહીં આવે તો આંધ્રપ્રદેશને જાપાન અને યુરોપની જેમ મોટી સંખ્યામાં વૃદ્ધોનો સામનો કરવો પડશે.

CM N. ચંદ્રબાબુ નાયડુએ કહ્યું કે, આંધ્રપ્રદેશના ઘણા ગામોમાં માત્ર વૃદ્ધ લોકો જ બચેલા છે, જ્યારે યુવા વસ્તી વધુ સારી તકોની શોધમાં શહેરોમાં સ્થળાંતર કરી રહી છે. આવી સ્થિતિમાં ગ્રામીણ વિસ્તારોમાં જીવન અને વિકાસ પ્રભાવિત થઈ શકે છે. તેમણે કહ્યું કે, પરિવારોને પ્રોત્સાહન આપીને આ સમસ્યાનો ઉકેલ લાવી શકાય છે.

CM N. ચંદ્રબાબુ નાયડુએ 2018માં પણ આવી જ અપીલ કરી હતી. ત્યારે તેમણે રાજ્યની વૃદ્ધ વસ્તીની સમસ્યા વિશે ચેતવણી આપી અને પરિવારોને વધુ બાળકો પેદા કરવા પ્રોત્સાહિત કરવાનું સૂચન કર્યું હતું. તેમણે આંધ્ર પ્રદેશની વસ્તીમાં ઘટાડો અને તેલંગાણાની રચના પછી થયેલા વસ્તી વિષયક ફેરફારો પર પણ પ્રકાશ પાડ્યો હતો.

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

Leave a Reply

error: Content is protected !!