રાયપુરમાં એક ચાવાળાએ 100 કરોડની છેતરપિંડી કરી,પોતાને શેરબજારનો ખેલાડી કહેતો. છતીસગઢની રાજધાની રાયપુરમાં એક માણસ ચાની લારી ચલાવતો હતો તેણે 400 લોકો સાથે 100 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી છે. આ ચા વાળા સાથે અન્ય એક આરોપીની પોલીસે ધરપકડ કરી છે અને અન્ય એક ફરાર આરોપીને પોલીસ શોધી રહી છે.
રાયપુરમાં ચાલી લારી ચલાવતા ભુવનેશ્વર સાહુની પોલીસે ધરપકડ કરી છે. કુબેર વર્મા નામના વ્યક્તિઓ પોલીસને ફરિયાદ કરી હતી કે ભુવનેશ્વરના કહેવાથી શેરબજારમાં રોકાણ કરવા માટે પોતે 7 લાખ રૂપિયા ભુવનેશ્વરના ખાતમાં જમા કરાવ્યા હતા, પરંતુ થોડા સમય પછી સાહુનો ફોન બંધ થઇ ગયો હતો.
પોલીસે ભુવનેશ્વર સાહુની ધરપકડ કરી ત્યારે ખબર પડી કે એ તો પોતાની જાતને શેરબજારનો મોટો ખેલાડી સમજતો હતો અને આવી રીતે તેણે 400 લોકો પાસેથી 100 કરોડ રૂપિયા ભેગા કરીને પ્રોપર્ટી ખરીદી લીધી હતી.