fbpx

રત્નકલાકારો માટે વતન જવા 2200 એકસ્ટ્રા બસ મુકાઇ, એસટીને 48 લાખની આવક થઇ પણ ગઇ

Spread the love

સુરતના ડાયમંડ ઉદ્યોગમાં લગભગ 5 લાખથી વધારે રત્નકલાકારો કામ કરે છે અને તેમાંથી મોટાભાગના સૌરાષ્ટ્રના છે. દિવાળીમાં જ્યારે 21 દિવસનું વેકેશન પડે છે ત્યારે રત્નકલાકારો તેમના પરિવાર સાથે વતન જતા હોય છે. દર દિવાળીની જેમ સરકારના એસ ટી વિભાગે રત્નકલાકારો માટે 2200 એકસ્ટ્રા બસ મુકી જશે જે 26 ઓક્ટોબરથી 30 ઓક્ટોબર સુધી જશે.

રત્નકલાકારો તેમના માદરે વતન ક્યાં તો બાય રોડ, લકઝરી બસ અથવા એસટી બસમાં જતા હોય છે. લકઝરી બસનું ભાડું દિવાળીના સમયે વધી જતું હોય છે. એસટી સસ્તા ભાડામાં લઇ જાય છે. જે લોકો આખી બસ બુક કરાવે છે તેના માટે તેમની સોસાયટીના દરવાજા સુધી એસટી બસ જાય છે અને વતન પહોંચાડે છે. એસ ટી બસને અત્યાર સુધીમા 48 લાખ રૂપિયાની આવક થઇ ગઇ છે.

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

Leave a Reply

error: Content is protected !!